મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં

મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં
મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં
મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટ તપાસ હાથ ધરે એવી વિનંતી સાથેની જાહેર હિત અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે. આ અરજી પર 14મી નવેમ્બરે સુનાવણી થશે એવો સર્વોચ્ચ અદાલતે નિશ્ર્ચિત કર્યું છે.સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિશાલ ત્રિવેદીએ દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં સુપ્રીમના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતાના સીટની રચના કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. અરજીમાં એવી માંગણી પણ કરવામાં આવી છે કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી રોકવા દેશના તમામ જુના પુલ અને ઐતિહાસિક સ્થળો પર ભીડ એકત્ર કરવા અંગેના નિયમો ઘડાવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

અરજદારે સુપ્રીમની દેખરેખ હેઠળ મોરબી દુર્ઘટનાની તપાસ હાથ ધરવા અદાલતને અનુરોધ કર્યો હતો. સુપ્રીમના નિવૃત જજના વડપણ હેઠળ ખાસ તપાસ પંચ નિમણૂંક કરવા, જરૂરી આદેશો આપવા અરજદારે વિનવણી કરી છે. એટલું જ નહીં પર્યાવરણની દ્રષ્ટિએ સધરતા અને સલામતી માટે જુના અને જોખમી સ્મારકો તથા પુલોના નિરીક્ષણ તથા મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સરકારોને સમિતિ રચવાનો આદેશ આપવા અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે.

Read About Weather here

રાજ્ય સરકારોને બાંધકામ, ઘટના તપાસ વિભાગની રચના કરવા પણ આદેશ અપાવો જોઈએ. એવી વિનંતી સાથે અરજીમાં દર્શાવ્યું છે કે, આવો અલગ વિભાગ હોય તો કોઈપણ દુર્ઘટના વખતે ઝડપી અને ત્વરિત તપાસ થઇ શકે છે. આવો વિભાગ હોય તો કોઈપણ જાહેર બાંધકામની ગુણવત્તા તેમજ સુરક્ષા અંગે મૂલ્યાંકન અને પૂછપરછ કરવાની સત્તા આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ દાખલ કરી છે અને 14મી નવેમ્બરે સુનવણી નિશ્ર્ચિત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here