રવિવારે મધરાત્રે વાંકાનેર-મોરબી વચ્ચેની ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનું જાહેર થતા રેલવે તંત્ર ચોંકી ઉઠ્યું છે. લોકો-પાઈલોટની સમય સૂચકતાથી ટ્રેન દુર્ઘટના થતા રહી ગઈ હતી. રેલવેનાં પાટા પર મધરાત્રે ઇંટોનાં ટુકડા અને પથ્થરો ગોઠવી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. આ ગંભીર ઘટના અંગે રેલવેનાં ઉચ્ચ અધિકારીઓએ રાજકોટ રેલવે પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.મોરબીમાં રહેતા અને રેલપથ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જીનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે આ અંગે વિધિસર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
સુરેશકુમારે જણાવ્યા મુજબ ડેમુ ટ્રેનને સર્વિસ માટે મોરબી લાવવામાં આવી હતી. રાત્રે દોઢ વાગ્યે ટ્રેન આવી હતી. સર્વિસ કાર્ય થઇ ગયા બાદ રાત્રે 3 વાગ્યે ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન પરત રવાના કરવામાં આવી હતી. દરમ્યાન પોણા ચાર વાગ્યાનાં અરસામાં ટ્રેન મક્ક્નસર- વાંકાનેર વચ્ચે આવતા સિગ્નલ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે ટ્રેન ચાલક સલીમભાઈ મનસુરીને ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ જોવા મળી હતી. આથી એમણે સતર્કતા બતાવી ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી હતી. જેથી બ્રોડગેજ લાઈનના પાટા પર પડેલા જથ્થા પાસે આવીને એન્જિન અટકી ગયું હતું.
Read About Weather here
લોકો-પાઈલોટ સલીમભાઈએ ટ્રેનમાંથી નીચે ઉતરી જોતા પાટા પર નકામી થઇ ગયેલી ઇંટોનાં ટુકડાનો ઢગલો જોયો હતો. તેમણે આસપાસ જોતા પાટા પર આગળ થોડે સુધી અને આસપાસ પણ ઈંટનાં ટુકડા જોવા મળ્યા હતા. એમણે તુરંત રાજકોટ રેલવે એન્જીનિયર કંટ્રોલરૂમને જાણ કરી હતી. આથી રેલવે એન્જીનીયરો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનામાં સદનશીબે જોઈ જાનહાની થઇ નથી. અજાણ્યા શખ્સોએ રેલવેનાં પાટા પર ઇંટોનાં ટુકડા મુકીને ટ્રેનને નુકશાન કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હોય. અજાણ્યા શખ્સોને જાણ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સદનશીબે આ વખતે ટ્રેન ખાલી હતી અને ડ્રાઈવરની સમય સુચકતાથી હોનારત થતા અટકી ગઈ હતી. વહેલી સવારે પાંચ વાગ્યે રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ ટ્રેનને વાંકાનેર રવાના કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here