મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના આરોપસર પકડાયેલા તમામ આરોપીઓ તરફથી રાજકોટ કે મોરબીના કોઈ વકીલ કેસ લડશે નહીં એવું રાજકોટ બાર એસો.એ મહત્વપૂર્ણ ઠરાવ કર્યો છે. આજે રાજ્યવ્યાપી શોક હોવાથી રાજકોટ કોર્ટમાં દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવશે. ત્યારે મોરબીમાં સદ્ગતોના માનમાં મૌન રેલી કાઢવામાં આવશે.રાજકોટ બાર એસો દ્વારા આજે એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે, મોરબીની દુ:ખદ ઘટનામાં 150 જેટલા લોકોના કરૂણ મૃત્યુ થયા છે. 40 થી વધુ બાળકો મૃત્યુ પામ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
દુર્ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ તરફથી રાજકોટના કોઈ વકીલ કેસ લડશે નહીં. બાર એસો.એ પ્રાર્થના કરી છે કે, દિવંગતોને સદ્ગતી પ્રાપ્ત થાય અને એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને સદ્દગતના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. મોરબી બાર એસો.ના પ્રમુખ જીતુભા જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે કે, મોરબી વકીલ મંડળે મૃતકોના પરિવારને ન્યાય મળે તથા કોઈ જવાબદાર છટકી ન જાય એ માટે માનવતા બતાવીને આરોપીઓના કેસ નહીં લડવાનું નક્કી કર્યું છે.
Read About Weather here
આજે મોરબી ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટથી ઝૂલતા પુલ સુધી વકીલોની વિશાળ મૌન રેલી નીકળશે અને દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના કોઈપણ વકીલ આરોપીઓના કેસ નહીં લડે. આજે મોચીબજાર કોર્ટમાં મોરબીના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here