મોરબીમાં ઝૂલતા પુલ હોનારતને કારણે વ્યથિત થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજભવન ખાતે આખરે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી અને દુર્ઘટનાના તમામ પાસાઓ અને હકીકતોની જાણકારી મેળવી હતી. વડાપ્રધાને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય તાકીદે પૂરી પાડવા પર ભાર મુક્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
વડાપ્રધાને રાહત અને બચાવ કામગીરી વિશેની પણ રજેરજની જાણકારી મેળવી હતી. ઉચ્ચ કક્ષાની બેઠકમાં વડાપ્રધાનને રાહત અને બચાવ કામગીરીની વિગતો અપાઈ હતી. પુલની પરિસ્થિતિ અંગે પણ વડાપ્રધાન સમક્ષ અહેવાલ મુકવામાં આવ્યો હતો. વડાપ્રધાને દુર્ઘટના પછીની કામગીરીની પણ ઊંડી સમીક્ષા કરી હતી.
ઉચ્ચ કક્ષાની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ તેમજ રાજ્યના પોલીસવડા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read About Weather here
વડાપ્રધાને ફરી એકવખત એ હકીકત પર ભાર મુક્યો હતો કે, અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે એ સુનિશ્ર્ચિત કરવામાં આવે. આ અંગે તેમણે જરૂરી સુચના પણ આપી હોવાનું કહેવાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here