મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિશ્ર્વએ નોંધ લીધી છે : રૂપાણી

મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિશ્ર્વએ નોંધ લીધી છે : રૂપાણી
મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિશ્ર્વએ નોંધ લીધી છે : રૂપાણી

શહેર ભાજપની કારોબારી બેઠક સંપન્ન
રાજકોટ ભાજપનો કાર્યકર્તા કાર્યક્રમો થકી જનતા વચ્ચે રહ્યો છે: કમલેશ મિરાણી

શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં શહેરનાં મેયર બંગલા ખાતે શહેર ભાજપ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ કારોબારી બેઠકનો પ્રારંભ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાર બાદ શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ દ્વારા વિજયભાઈ રૂપાણીનું બુક તથા ખેસ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કર્યુ હતું.

રાજકીય ઠરાવોને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા અનુમોદન આપવામાં આવેલ બેઠકનો પ્રારંભ વંદે માતરમનું ગીત અતુલ પંડિતે ગવડાવી કરાવ્યો હતો.આ કારોબારી બેઠકમાં સૌ પ્રથમ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીએ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે માહિતિ આપતા જણાવ્યુ હતુ

કે, રાજકોટ ભાજપનો કાર્યકર્તા કાર્યક્રમો થકી જનતા વચ્ચે રહયો છે.આ કારોબારી બેઠકમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જયા2થી કેન્દ્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સતા ઉપર આવેલ છે.

ત્યારથી રાષ્ટ્ર હિતમાં અનેક પગલાઓ લેવાયા છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિશ્ર્વમાં મજબુત અને પ્રમાણીક સરકાર તરીકે પ્રસ્થાપીત બની છે. જેની વિશ્ર્વ આખાના નેતૃત્વએ નોંધ લીધી છે.

કારોબારી બેઠકમાં શહેરનાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી બેઠકને સફળ બનાવવા વિક્રમ પુજરા, મહેશ રાઠોડ, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, નિતિન ભુત, જીજ્ઞેશ જોષી,

Read About Weather here

પ્રવિણભાઈ ડોડીયા, રામભાઈ પટેલ, રમેશભાઈ જોટંગીયા, પંકજભાઈ ભાડેસીયા, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, પંડીત નલારીયન, રાજ ધામેલીયા, ચેતન રાવલ, સહીતનાએ જહેમત ઉઠાવી હતી.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here