મોટાસખપર, રબારીકા અને ગોંડલમાં જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ગોંડલનાં મોટાસખપર, રબારીકા અને ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની વિગત મુજબ ગોંડલનાં મોટાસખપરા ગામે રહેતો ભરત બાવાલાલ રાદડીયા, પ્રતાપ અરજણ દેઠડીયા, વિનુ ખીમજી રાઠોડ, રાજેશ અરજણ ગરણીયા સહિત ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા પોલીસે દબોચી લઇ રૂ. ૩૨૦૦૦ કબજે કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

જયારે વીરપુરનાં રબારીકા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બહાદુર કાળા લાલુ, જયરાજ બાવકુ વાંક, બીશું જીવા વાંક, બલા હરસુખ ધાધલ, પરેશ બલા લાલુ, બહાદુર રાવત વાંક સહિત છ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૧૨૩૬૦ કબજે કર્યા છે.

Read About Weather here

જયારે ગોંડલ સીટી પોલીસે સરકારી હોસ્પિટલમાં જાહેરમાં જુગાર રમતા ગોપાલ બકુલ ઝાલા અને પરેશ વિનુ સોલંકીને તીનપતીનો જુગાર રમતા દબોચી લઇ રોકડા રૂ.૩૨૦૦ કબજે કર્યા છે.