મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચતો શખ્સ ઝડપાયો

254
મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમાં સસ્તો દારૂ
મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમાં સસ્તો દારૂ

રાષ્ટ્રીય શાળા પાસે મનહર પ્લોટમા ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂ.૭.૧૮ લાખનો મુદ્દામાલ ક્બજે કર્યો

શહેરમા મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમા સસ્તો દારૂ ભરી વેચાણ કરતો

કોરોના મહામારીનાં કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા સહીતનાં રાજ્યોમા લોકડાઉન હોવાથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સપ્લાય કરતા બુટલેગરો બેકાર બન્યા છે ત્યારે રાજકોટ શહેરમા પ્યાસીઓમાં દારૂની ભારે અછત હોય ત્યારે કેટલાક લેભાગુ તત્વો કમાવવાની લાહીમા પ્યાસીઓને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચાણ કરવાની કીમિયો સોધી કાઢતા ક્રાઈમ બ્રાંચની ટીમે રાષ્ટ્રીય શાળા પાસે મનહર પ્લોટમા એક શખ્સને દબોચી લઇ રૂ. ૭.૧૮ લાખનો મુદ્દામાલ કાબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ શહેરમા મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમા સસ્તો દારૂ ભરી વેચાણ થયું હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનાં એ.એસ.આઈ ચન્દ્રસિહ આર.કે. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ સહિતનાં સ્ટાફે રાષ્ટ્રીય શાળા પાસે આવેલા  મનહર પ્લોટમાં દરોડો પડતા ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતો ઋષિકેશ પંકજ મહેતા નામનાં શખ્સને દબોચી લઇ દારૂની બોટલ તથા મોંઘી બ્રાન્ડનાં ખાલી બોટલો, ઢાંકણા, સ્ટીકર તથા ખાલી કેરલા સહીત કુલ રૂ. ૭૧૮૦૦૦  નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Read About Weather here

ઝડપાયેલો શખ્સ મોઘી બ્રાન્ડની દારૂની બોટલોમા સસ્તો દારૂ ભરી ઉચી કિંમતે વેચાણ કરતો હોય પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleધોરાજીમાં નશા કારક સીરપનાં જથ્થા સાથે શખ્સની ધરપકડ
Next articleપેટ્રોલ-ડીઝલ: આજે ફરી ભાવવધારો