પેટ્રોલ અને ડીઝલના ભાવે કિલોગ્રામ મળતાં ટામેટાંના કારણે ગૃહિણીઓના બજેટ તો ખોરવાયા છે પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પણ ટામેટાં અદ્રશ્ય બની રહ્યાં છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં શિયાળાની શરૂઆતના સમયમાં ૧૦ રૂપિયે કિલોગ્રામના ભાવે મળતાં ટામેટાં આજે એટલા મોંઘા બની ગયા છે
Visit Saurashtra Kranti Homepage here
કે તેનો કિલોગ્રામનો ભાવ ૮૦ થી ૧૦૦ રૂપિયા પહોંચી ગયો છે. એક કિલોગ્રામમાં ૧૦ નંગ ટામેટાં આવતા હોવાથી હાલના સમયમાં શહેરોના શાકમાર્કેટમાં ૧૦ રૂપિયાનું માત્ર એક ટામેટું મળે છે.
હોટલોને પણ ટામેટાં મોંઘા પડી રહ્યાં છે. શાકભાજી વેચતા વેપારીઓ કહે છે કે માલની અછત હોવાથી ભાવ વધુ જોવા મળે છે, હકીકતમાં જે લોકો શાકભાજી ઉગાડે છે તેવા ખેડૂતોને ટામેટાં સહિતના શાકભાજીના ભાવ ખૂબ ઓછા મળતા હોય છે.
શાકભાજીના હોલસેલ અને છૂટક વ્યાપારીઓ નફાખોરી કરી રહ્યાં છે. શિયાળાની સિઝનમાં શાકભાજી ખૂબ જ સસ્તાં મળતા હોય છે. એક વર્ષ પહેલાં કોરોના સંક્રમણના સમયમાં આ સિઝનમાં ટામેટાંના ભાવ ૧૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામ હતા જયારે આજે ટામેટાંના ભાવ ૧૦ ગણા થઇ ગયા છે.
માર્કેટમાં છેલ્લા એક મહિનાથી ટામેટાંનો છૂટક ભાવ ૮૦ રૂપિયે કિલોગ્રામ જોવા મળતો હતો જે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોના કેટલાક વિસ્તારોમાં વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચ્યો છે.
વ્યાપારીઓ કહે છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઇ જતા પુરવઠાની ખેંચ વર્તાઇ રહી છે. રાજયમાં ઉત્ત્।ર ગુજરાતમાં સૌથી વધુ ટામેટાં પાકે છે પરંતુ વાતાવરણના બદલાવના કારણે કેટલાક શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.
શાકભાજીના માર્કેટમાં માત્ર ટામેટાં જ નહીં, ડુંગળી સહિતના અન્ય પાકોના ભાવ પણ ૮૦ થી ૧૨૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામ છે, જે સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ૧૫ થી ૨૫ રૂપિયે કિલોગ્રામના ભાવથી મળે છે.
Read About Weather here
બીજી તરફ કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં આવતા હોવાથી ઉંચા દામે ખરીદવા પડે છે. આ રાજયોમાં પણ વરસાદના કારણે પુરવઠાની અછત વર્તાઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here