ત્રીજા ભાગનાં પરિવારોએ ગુણવત્તા જોયા વિના સસ્તા તેલથી પેટ ભરવાની શરૂ કરી કવાયત: દેશના 67 ટકા પરિવારોએ બચત તોડીને ખાદ્યતેલ માટે વધુ બજેટ ફાળવવાનું શરૂ કર્યું: દેશભરમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા મોંઘવારી પછીની પારિવારિક પરિસ્થિતિ અંગે ચોંકાવનારો સર્વે
ફાટીને ધુમાડે જઈ રહેલી મોંઘવારી સાથે દેશના આમ જન કઈ રીતે ટક્કર લઇ રહ્યા છે એ અંગે હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, દેશનાં 24 ટકા પરિવારોએ નાછૂટકે એમના રસોડામાં ખાદ્યતેલનો વપરાશ ઘટાડવાની ફરજ પડી છે. જયારે 67 ટકા પરિવારોએ એમની મહામુલી બચત તોડીને ખાદ્યતેલો માટે બજેટ ફાળવવાની કવાયત કરવી પડી રહી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, દેશના 29 ટકા પરિવારો એવા છે જે ખાદ્યતેલનો સસ્તો વિકલ્પ શોધવાની મથામણમાં પડ્યા છે. એટલે રસોડા માટે હલકી કક્ષાનું હોય તો પણ સસ્તું ખાદ્યતેલ શોધવાની કવાયતમાં લાગી ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
પાછલા એક વર્ષમાં ખાદ્યતેલોનાં ભાવમાં 50 ટકા જેવો આકરો વધારો નોંધાયો છે જેની સિધ્ધી અસર સામાન્ય જનતાનાં રસોડા પર થઇ છે. જેના કારણે વપરાશ પણ ઘટાડવો પડ્યો છે અને સસ્તું તથા ઓછી ગુણવત્તાવાળું ખાદ્યતેલ વાપરવામાં આવી રહ્યું છે. એક સ્વૈચ્છિક સંસ્થા કમ્યુનીટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ દ્વારા દેશના 359 જિલ્લાઓમાં ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરથી ખ્યાલ આવે છે કે, ખૂબ ઓછી આવકવાળા અને મધ્યમ આવક ધરાવતા પરિવારોની દશા કફોડી બની ગઈ છે. આથી આરોગ્યનાં ભોગે સસ્તા અને હલકા ખાદ્યતેલનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેના પરિણામે વપરાશકારોને થાઈરોઈડ, પેટનું કેન્સર અને આંતરડા ખરાબ થવાની બિમારી લાગવાનો ભય રહે છે.
50 ટકા જેટલા પરિવારોએ રોજીંદા વપરાશમાં ખાદ્યતેલની બ્રાન્ડમાં બદલાવ કર્યો નથી પણ સારું તેલ ખરીદવા માટે એમની બચત વાપરી રહ્યા છે. જયારે 17 ટકા પરિવારોએ કહ્યું હતું કે, અમે રસોડામાં સારું ખાદ્યતેલ વાપરીએ છીએ પણ વપરાશ ઘટાડી નાખવો પડ્યો છે. સર્વેમાં ભાગ લેનાર અને મુલાકાત આપનાર પરિવારોએ દેશમાં ખાદ્યતેલોની સંગ્રહખોરી, કાળાબજાર રોકવા અને જથ્થા નિયંત્રણ જેવા આકરા અને કડક પગલા લેવા સરકારને અનુરોધ કર્યો છે. યુરોપમાં શરૂ થયેલા યુધ્ધને કારણે ખાદ્યતેલોનાં ભાવની સપાટી સળગી ઉઠી છે.
Read About Weather here
છેલ્લા 12 મહિનામાં જ ખાદ્યતેલોનાં ભાવમાં 50 થી 100 ટકા જેવો અસહ્ય વધારો થયો છે. છેલ્લા 45 દિવસમાં જ 25 થી 40 ટકા જેવો આકરો વધારો નોંધાયો છે. સુરજમુખી તેલ, સિંગતેલ, સોયાબીન તેલ, પામ ઓઈલ અને ઓલીવ ઓઈલનાં ભાવોમાં 50 થી 70 ટકા જેવો વધારો પાછલા મહિનાઓમાં નોંધાયો છે. મોટાભાગે સુર્યમુખી તેલ, સીંગતેલ અને સરસવનાં તેલનો રસોડામાં વધુમાં વધુ ઉપયોગ થતો હોય છે અને એ તમામ ખાદ્યતેલોની ભાવસપાટી આકાશને આંબી રહી છે. આ રીતે દેશના મધ્યમ વર્ગીય પરિવારો મોંઘવારી સામે પોતપોતાની રીત અને પધ્ધતિથી અને ઉપાયો કરીને ભાવ વધારા સામે બાથ ભીડી રહ્યા છે. ભારત 85 ટકા સોયાબીન તેલ બ્રાઝીલ અને આર્ગેનટીનાથી આયાત કરે છે. જયારે 90 ટકા સુર્યમુખી તેલ રશિયા અને યુક્રેનથી મંગાવવામાં આવે છે. જયારે મોટાભાગનું પામ ઓઈલ ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત થાય છે. પરંતુ વધતી જતી ભાવસપાટીએ પરિવારોની રોજીંદી ભોજન સિસ્ટમને ખોરવી નાખી છે અને સંયમ રાખવાની ફરજ પડી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here