મેહુલ ચોકસી સારવારના બહાને ફરી એન્ટીગ્વા પહોંચ્યો

મેહુલ ચોકસી સારવારના બહાને ફરી એન્ટીગ્વા પહોંચ્યો
મેહુલ ચોકસી સારવારના બહાને ફરી એન્ટીગ્વા પહોંચ્યો

ડોમીનીકા હાઇકોર્ટે જામીન આપ્યાના ત્રણ દિવસ બાદ ચોકસી પરત, એન્ટીગ્વાના વિદેશ ખાતાના અધિકારીઓએ સ્વાગત કરતા આશ્ર્ચર્ય સર્જાયુ

ભારતમાં બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી નાસી ગયેલા મેહુલ ચોકસીને ડોમીનીકાની હાઇકોર્ટે આરોગ્યના કારણોસર જામીન આપ્યાના ત્રણ દિવસ બાદ ચોકસી આજે એન્ટીગ્વા પરત આવી ગયો હતો.

Subscribe Saurashtra Kranti here

સારવારના બહાને ચોકસીને જામીન મળી ગયા છે. ગઇકાલે એન્ટીગ્વા પાછા ફરેલા ચોકસીનું એન્ટીગ્વાના વિદેશ ખાતાના અધિકારીઓએ સ્વાગત કરતા ભારે આશ્ર્ચર્ય સર્જાયુ હતું.

ચોકસીના વકિલે જણાવ્યું હતું કે, અમારા કલાયન્ટ મેહુલ ચોકસી સલામત એમના ઘેર એન્ટીગ્વા પાછા ફર્યા છે. અહીં સારવાર કરાવવા માટે ડોમીનીકા કોર્ટે જામીન આપી દીધા છે.

Read About Weather here

હવે ચોકસીની કાનુની ટીમ એન્ટીગ્વામાં લાંબી કાનુની લડત ચલાવવા તૈયારી કરી રહી છે. અત્યારે ભારતના પ્રત્યાર્પણના પ્રયાસોને પણ બ્રેક લાગી ગઇ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here