મેયર સાહેબ, લોકો વચ્ચે ગયા’ ને અનુભવી અનેક પરીવારની પીડા!…

મેયર સાહેબ, લોકો વચ્ચે ગયા’ ને અનુભવી અનેક પરીવારની પીડા!…
મેયર સાહેબ, લોકો વચ્ચે ગયા’ ને અનુભવી અનેક પરીવારની પીડા!…
રાજકોટમાં સોમવારે આખો દિવસ વરસાદ રહ્યા બાદ રાત્રે 12 કલાકે વરસાદ શરૂ થયો હતો. રાત્રે શરૂ થયેલો વરસાદ મંગળવારે આખો દિવસ ચાલુ રહ્યો હતો. સાંજે 5 વાગ્યા બાદ વિરામ લીધો હતો. 24 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી ગયો હતો. 12 ઈંચ વરસાદે તંત્રની કામગીરીની પોલ પણ ખોલી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યાનુસાર લલુડી વોંકળીમાં પાણી ભરાઈ જતા ત્યાંથી 500 લોકોનું સ્થળાતંર કર્યું હતું. આનંદનગર કોલોની, જિલ્લા ગાર્ડનમાં શ્રમ ક્વાર્ટર પાસે સહિત શહેરમાં 65 સ્થળે પાણી ભરાયા હતા. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને જીવન જરૂરિયાત અને કિંમતી ચીજ-વસ્તુ ઊંચાઈ પર મૂકવી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તંત્ર સમયસર પહોંચી ન શકતા લોકોએ જાતે પાણી ઉલેચવા પડ્યા હતા. આજી નદીમાં એક વ્યક્તિ તણાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. તેમજ રામનાથપરામાં જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિને ઈજા થઇ હતી. જ્યારે ધર્મેન્દ્ર રોડ પર મનહર લોજનું મકાન ધરાશાયી થવાની તૈયારી હોય ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આજુબાજુની 7 દુકાન ખાલી કરાવી હતી. 10 સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. મંગળવારે ભારે વરસાદને કારણે સોની બજાર આખો દિવસ બંધ રહી હતી. આ સિવાય ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, ઘી કાંટા રોડ, બંગડી બજાર, કડિયા નવલાઈન, દીવાનપરા, ગુંદાવાડી સહિતની બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોની દુકાનમાં અંદર પાણી આવી ગયા હતા. જેથી દુકાનદારોને પાણી ઉલેચવા પડ્યા હતા.

Read About Weather here

વરસાદને કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો નદી-નાળા છલકાઇ ગયા છે. આટલા વરસાદમાં મહાનગરપાલિકાનો પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ. શહેરના અનેક નાળાઓ છે જેની સાફસફાઇ હજી નથી થઇ. તો સાથે જ શહેરના રાજમાર્ગો પર તોતિંગ વૃક્ષો રસ્તા પર નમીને ઉભા છે, જે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. નાળાઓની સફાઈ ન થઇ હોવાના કારણે રસ્તા અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. છતાં પાલિકા તો સબ સલામતના દાવાઓ જ કરે છે.વિકાસની ઈમારતોમાં બેસીને જે રાજકોટને જોઈ રહ્યા છીએ તેના પાયાને સામાન્ય વરસાદ પણ હચમચાવી નાખે તેમ છે. આવી વ્યવસ્થા માટે જવાબદાર કોણ છે? તે સવાલનો જવાબ શોધવાની આ મોટી તક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here