એમ.બી.બી. એસ નાં વિદ્યાર્થી પિતા-પુત્રએ પટેલ પ્રૌઢ સાથે વિશ્વાસઘાત કરતા ડીસીબી પોલીસમાં ફરિયાદ નોંધાઈ: એક સકંજામાં
શહેરનાં સાધુવાસવાણી રોડ પર આવેલા ગોપાલ ચોક પાસે આદિત્ય હાઈટ્સમાં રહેતા પટેલ પ્રૌઢ સાથે પુત્રીને મેડીકલ કોલેજમાં પ્રવેશ બાબતે પિતા-પુત્રએ રૂ. ૨૦.૫૦ લાખની છેતરપીંડી કરી ઠગાઈ કરતા ડીસીબી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલા આદિત્ય હાઈટ્સમાં રહેતા શૈલેષભાઈ મગનભાઈ માણવા (ઉ.વ.૫૦) નામના પટેલ પ્રૌઢની પુત્રી ધોરણ-૧૨ સાયન્સમાં પાસ થઇ હોય ત્યારે તેણીને મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવો હતો.
તે દરમ્યાન રાજકોટમાં રહેતા જય ગોપાલ ગોવાણી તથા ગોપાલ ગોકળદાસ ગોવાણીને તેના સંબંધી દ્વારા કોન્ટેક્ટ કરાવ્યો હતો. એમ.બી.બી.એસનાં અભ્યાસ કરતો જય ગોવાણી અને તેના પિતા ગોપાલ સહિતનાં શખ્સોએ પટેલ પ્રૌઢને તેની પુત્રીને મેડીકલમાં પ્રવેશ અપાવવાનું કહીં બંને પિતા-પુત્રએ
રૂ. ૨૦.૫૦ લાખ મેળવી મેડીકલમાં પ્રવેશ નહીં આપી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતા ડીસીબી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Read About Weather here
ફરિયાદનાં પગલે એસ.ઓ.જી નાં પી.આઈ આર.વાય.રાવલની સુચનાથી પી.એસ.આઈ એમ.એસ.અંસારી સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી અમદાવાદથી જય ગોપાલ ગોવાણીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here