મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે 11,000 લોકોની કરી છટણી

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે 11,000 લોકોની કરી છટણી
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે 11,000 લોકોની કરી છટણી
Facebook, WhatsApp અને Instagram ની પેરેન્ટ કંપની Meta Platforms Inc. એ તેના 11,000 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ખુદ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તેણે તેની પાછળનું કારણ આવકમાં ઘટાડો દર્શાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટમાં લખ્યું – ઝકરબર્ગ મંગળવારની મિટિંગમાં નિરાશ દેખાઇ રહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કંપનીનાં ખોટાં પગલાં માટે જવાબદાર છે. ઝકરબર્ગે કહ્યું કે કંપનીના ગ્રોથને લઇને તેમનું બહુ આશાવાદી થવાને કારણે ઓવરસ્ટાફિંગ થયું. તેમણે બતાવ્યું કે સૌથી વધુ એમ્પ્લોઇ રિક્રૂટિંગ અને બિઝનેસ ટીમમાંથી નિકાળી કાઢ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મંગળવારે કંપનીની છટણીની યોજનાઓ પર એક બેઠક યોજી હતી.

આ દરમિયાન તેમણે તેમની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.કંપનીની છટણીના પ્લાનની આંતરિક ઘોષણા ભારતીય સમય અનુસાર બુધવાર સાંજે 4.30 વાગ્યાની આસપાસ થવાની સંભાવના છે. મેટાની હ્યુમન રિસોર્સ હેડ લોરી ગોલરે ગ્રુપને જણાવ્યું કે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને ત્રણ મહિનાની સેલરી આપવામાં આવશે. આ મિટિંગના થોડા દિવસ પહેલાં જ કંપનીના અધિકારીઓને એમ્પ્લોઇઝને બિનજરૂરી યાત્રા રદ કરવા માટે કહ્યું હતું. મેટાના હ્યુમન રિસોર્સ હેડ લોરી ગોલારે કહ્યું- કાઢી મૂકેલા કર્મચારીઓને 3 મહિનાનો પગાર આપવામાં આવશે
સપ્ટેમ્બર 2022ના અંત સુધી મેટામાં 87314 કર્મચારી હતા. મેટા વર્તમાનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત દુનિયાના કેટલાંક સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માલિક છે. જોકે, કંપની મેટાવર્સ પર પોતાનો ખર્ચ વધારી રહી છે. મેટાવર્સ એક આભાસી દુનિયા છે જ્યાં યુઝર્સ પોતાના સ્વયંનો અવતાર બની શકે છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને લગાતાર ખોટ થઇ છે. છટણીથી નાણાકીય સંકટ થોડું ઓછું થવાની આશા છે.

Read About Weather here

છટણી માટે મસ્કે કહ્યું હતું, જ્યારે કંપનીને રોજનું 40 લાખ ડોલર (32.77 કરોડ રૂપિયા)નું નુકસાન થઇ રહ્યું છે તો અમારી પાસે કર્મચારીઓને છૂટા કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. જેમને પણ નિકાળવામાં આવ્યા છે, તેમને 3 મહિનાનું સેવરેન્સ આપવામાં આવ્યું છે, જે કાયદા મુજબ આપવામાં આવતી એમાઉન્ટ કરતાં 50% વધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here