નિચાણવાળા વિવિધ વિસ્તારોમાં લોકોના સ્થળાંતરની સઘન કામગીરી હાથ ધરાઈ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીવારે મોડી રાત્રીથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ત્રીજા દિવસે યથાવત છે.સોરઠમાં મેઘાનું જોર વધુ છે મોરબીથી કચ્છ સુધીના વિસ્તારમાં ઓછો વરસાદ વરસ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
સર્વત્ર મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ટંકારામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છ આજે સવારે જુનાગઢના કેશોદ, માળીયાહાટીના વંથલીમા 3 ઇંચ, જુનાગઢ, માંગરોળ, ઘોઘા, ભાવનગર, ગોંડલ, કોટડાસાંગાણીમાં ર ઇંચ, કલ્યાણપુર, તાલાલા,
જામકંડોરણામાં દોઢ તથા વેરાવળ અને ધોરાજીમાં 1 ઇંચ વરસાદ પડયો છ સવારથી સર્વત્ર ડોળ યથાવત છ.ે અને હળવા ભારે ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે તંત્ર એલર્ટ થઇ ગયું છ.જુનાગઢ શહેર
અને આસપાસના વિસ્તારોમાં ઉપરાંત ગીરનાર તેમજ દાતાર જંગલ પર્વતમાં ગઇકાલે બપોર બાદ વરસાનું જોર ધીમુ પડયું હતું પરંતુ મોડી રાત્રીથી મેઘરાજા અનરાધાર તુટી પડયા હતા જેના કારણે ફરી પાણી પાણી થઇ ગયું હતું.
ભારે વરસાદથી જુનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા તેમજ રાબેતા મુજબ જોશીપરા, અનેઝાંઝરડા રોડ અંડર બ્રિજ પાણીથી છલોછલ થઇ ગયા હતા.
જુનાગઢમાં આજે સવારે 6 થી8ના બે કલાકમાં વધુ બે ઇંચ વરસાદ નોંધાતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.એન.ડી.આર.એફની પંજાબના ભટિંડા ખાતેથી ત્રણ ટીમ રાજકોટ આવીરાજકોટ: હાલમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે
રાજકોટ જિલ્લામાં સર્જાયેલી આપત્તિજનક પરિસ્થિતિને થાળે પાડવા માટે એન.ડી.આર.એફ.ની ચાર અને એસ.ડી.આર.એફ. ની એક ટીમ રાજકોટ આવી ચૂકી છે. અને પૂરમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી રહી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પંજાબના ભટિંડા ખાતેથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચેલી એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમોએ ધોરાજી, ગોંડલ તથા
રાજકોટ શહેરના પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિકોના બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી છે, જેનાથી મહત્તમ લોકોનું સ્થાનાંતર શક્ય બન્યું છે અને જાનમાલની ખુવારી અટકાવી શકાઇ છે.
એન.ડી.આર.એફ.ની ચોથી ટીમ વડોદરાથી સડક માર્ગે લોધિકા આવી પહોંચી છે, જેને લોધીકા તાલુકાના વિવિધ ગામોમાં ફસાયેલા નાગરિકોના સ્થળાંતર માટે કાર્યરત કરી દેવાઇ છે. તથા એસ.ડી.આર.એફ.ની
Read About Weather here
એક ટીમના સભ્યો ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા છે, જેના સભ્યોએ રાજકોટ શહેર-2 ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપાઈ છે. (4.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here