દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત પૂરના પાણીમાં ચેકડેમ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.


Visit Saurashtra Kranti Homepage here
ગારદા-મોટા જાંબુડા ગામ નજીકથી પસાર થતી મોહન નદીના જળસ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ખાબકેલાં ભારે વરસાદથી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે. તેમજ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યાં હતાં. કોઝવે પરથી પસાર થતાં વાહનવ્યવાર બંધ કરવાની ફરજ પડી છે.આ કોઝ-વે અંકલેશ્વર તથા સુરત જતા વાહન ચાલકો માટે આર્શીવાદરૂપ છે, પરંતુ ચોમાસુ આવતા દર વર્ષે લોકોને હાલાકી ભોગવવી પડે છેય આ બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ખામ, ભૂતબેડા, તાબદા, મંડાળા, ખાબજી જેવા અનેક ગામડાઓ જોડાયેલા છે.
Read About Weather here
જેથી શાળા કોલેજ જવા માટે થવા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ કોઝવેનો સહારો લેવો પડે છે. ચોમાસામાં કોઝવે પરથી વિપુલ માત્રામાં પાણી પસાર થતું હોય છે. ડુંગરો પરથી આવતું હોવાથી પાણીનો વેગ પણ વધારે હોવાથી લોકો તેમાં જલદીથી ખેંચાઇ જતાં હોય છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં હજી લોકો નદી કે, ખાડીઓ પસાર કરવા માટે કોઝવેનો ઉપયોગ કરતાં હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here