ડેમો પોતાની કુલ ક્ષમતાના 47.54% જ ભરેલા રાજયમાં વરસાદની 45 ટકા ઘટ: હવામાન વિભાગ
વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા
જળસંકટના ભણકારા: રાજ્યના 4 ડેમ તળિયા ઝાટક, 80 ડેમમાં 20 ટકાથી ઓછું પાણી
207માંથી માત્ર 5 ડેમ ભરેલા
અપૂરતા વરસાદને કારણે રાજયના ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. હાલ આ ડેમો પોતાની કુલ ક્ષમતાના 47.54્રુ જ ભરેલા છે, તેમ બુધવારે નર્મદા, જળ સંપત્ત્મિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે જણાવ્યું.
Visit Saurashtra Kranti Homepage here
રાજયના 200થી વધુ ડેમ અને જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા કરતાં અડધાથી પણ ઓછું જળસ્તર હોવા છતાં રાજય સરકારે 5 લાખ હેકટર જેટલી જમીનમાં સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે, જેથી ઊભા પાકને નુકસાન ના થાય.
ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. સામાન્ય કરતાં 45 ટકા વરસાદની ઘટ હાલ રાજયમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, 1 જૂનથી 10 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં સામાન્ય કરતાં 45 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
સામાન્ય રીતે આ સમયગાળામાં 458.8ળળ વરસાદ નોંધાય છે પરંતુ રાજયમાં 252.7 ળળ જ વરસાદ વરસ્યો છે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું. 207માંથી માત્ર પાંચ ડેમ કાંઠા સુધી ભરાયેલા છે.
આ પાંચમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્રમાં આવેલા છે અને એક દક્ષિણ ગુજરાતમાં છે, તેમ બુધવારે રાજય સરકાર તરફથી જણાવાયું છે.ખરીફ ઋતુમાં 75,73,106 હેકટર જમીન પર વાવણી થઈ ચૂકી છે
ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, 30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલા પીવાના પાણીનો સંગ્રહ કરીને 5 લાખ હેકટર જમીનમાં રહેલા ઊભા પાક માટે ડેમમાંથી પાણી આપવામાં આવશે.
મંગળવારે રાજય સરકાર તરફથી બહાર પાડેલા નિવેદનમાં આ વાત જણાવાઈ હતી. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં આ સીઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ સૌથી વધુ છે. જયારે બાકીના 31 જિલ્લાઓમાં પણ સામાન્ય ઘટ નોંધાઈ છે, તેવો હવામાન ખાતાના રિપોર્ટમાં ઉલ્લેખ છે.
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા ઝોન મુજબના ડેટાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના 36.39%, પૂર્વ-મધ્ય વિસ્તારોમાં 34.72%, સૌરાષ્ટ્રમાં 33.8%, કચ્છમાં 31.74% અને ઉત્તર ભાગમાં 31.2% વરસાદ પડ્યો છે.
અહેવાલમાં રાજ્યના 16 ડેમોમાં માત્ર 1 ટકાથી પણ ઓછુ પાણી હોવાનું તારણ સામે આવ્યું છે આ વખતે ચોમાસાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદૃ ન પડતા અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી, રાજકોટના ભાદૃર ડેમમાં માત્ર 22.9 ટકા જ પાણી રહૃાું છે જ્યારે 49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી બચ્યુ છે.
મહત્વનું છે કે ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવામાં આવતું હોય છે આમ ડેમમાંથી કેનલામાં પાણી છોડવામાં આવતા પાણી જેટલી જાવક થાય છે એટલા પ્રમાણમાં આવક જોવા મળતી નથી.
ગુજરાતમાં માત્ર પાંચ ડેમ એવા બચ્યા છે જેમાં 100 ટકા પાણી બચ્યું છે. જો વરસાદૃ નહીં પડે તો આગામી સમયામાં પાણીની વિપરિત પરિસ્થિત સર્જાઇ શકે છે.
રાજ્યમાં આ વખતે જોઈએ એવો વરસાદૃ પડ્યો નથી જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે
ખેડૂતોને પાકને લઈને ચિંતા સતાવી રહી છે ખેડૂતો પાકમાં પાણીની સિંચાઈ માટે વરસાદૃ પર નિર્ભર રહેતા હોય છે પરતું જુલાઈ મહિના બાદૃ વરસાદૃ પાછો ખેંચાઈ ગયો છે જો કે કેટલીક જગ્યાએ હળવા વરસાદૃ ઝાપટા પડે છે
પરતું ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદૃ ન પડતા વરસાદૃની 44 ટકા ઘટ જોવા મળી રહી છે.ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં સરેરાશ 24% પાણી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદૃની કોઇ સંભાવના પણ નથી.
રાજ્યમાં વરસાદૃની સૌથી વધુ ઘટ વર્તાઈ રહી છે ઓગસ્ટના પહેલા-બીજા અઠવાડિયા સુધીમાં તો 50 ટકા વરસાદૃ વરસી ચૂક્યો હોય છે. પરંતુ આ વર્ષે હજુ 12 ઈંચ સાથે સરેરાશ 36 ટકા જ વરસાદૃ નોંધાયો છે.
રાજ્યમાં આ વખતે સામાન્ય કરતાં ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હતો. પરતું ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ પૂર્ણ બાદૃ પણ આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ બની રહૃાું છે.
ટરાજ્યના જળાશયો અને ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. આથી 5 લાખ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. વાવેતરને જીવતદૃાન મળશે. સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 88 ડેમો મારફતે સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.
Read About Weather here
સૌરાષ્ટ્રના 60 હજાર હેક્ટર જમીનને સિંચાઇ માટે પાણી મળશે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here