જિલ્લાના માણાવદમાં અઢી ઈંચ તેમજ માંગરોળમાં દોઢ ઈંચ જેટલો વરસાદ બપોરના 12 વાગ્યા સુધીમાં વરસી ચુકયો છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના વાતાવરણમાં ગતરાત્રીથી આવેલા પલટા બાદ આજ સવારથી સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. માણાવદર શહેર અને પંથકમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. જિલ્લામાં પડી રહેલા સાર્વત્રીક વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.જૂનાગઢ શહેર અને જિલ્લાના અુમક તાલુકાઓમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ દસ્તક દઇ હેત વરસાવી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં બફારા અને ઉકળાટના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને આકાશ તરફ આશ માંડી મેઘરાજાની રાહ જોઇ રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ દરમિયાન ગતરાત્રીના જિલ્લાના તમામ તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ અમુક સ્થળોએ વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારથી તમામ તાલુકામાં વરસાદ વરસાવવાનું શરૂ થયું હતું. જેમાં સવારે 6 વાગ્યાથી માંગરોળ શહેર અને પંથકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. એકાદ કલાકમાં સવા ઈંચ વરસાદ વરસાવી દેતા પંથકના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં અનેરી ઠંડકનો લોકો અહેસાસ કરી રહ્યા હતા.માણાવદર શહેર અને પંથકમાં આજે સવારથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.
ચાર કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા રસ્તા પર પાણી પાણી કરી દીધું હતું. આજે સવારથી પડેલા ધોધમાર વરસાદના પગલે માણાવદર શહેરની શાક માર્કેટ, મો઼ચીગલી, બહારપરા સહિતના નીંચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે લોકોને હેરાનગતિ થવાની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત થઈ છે. શહેર-પંથકમાં ચાલુ સીઝનમાં પ્રથમવાર પડેલા ધોધમાર વરસાદનો લ્હાવો લેવા બાળકો શેરીઓમાં નિકળી પડયા હતા.જિલ્લાના અન્ય સાત તાલુકાઓમાં પણ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે.
જિલ્લામાં આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો જૂનાગઢમાં 3 MM , કેશોદમાં 5 MM, ભેંસાણમાં 3 MM, મેદરડામાં 18 MM, માંગરોળમાં 32 MM(1.5 ઇંચ), માણાવદરમાં 68 MM (2.5 ઇંચ), વંથલીમાં 21 MM, વિસાવદરમાં 2 MM વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેને લઈ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એક દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના વડગામ સહિત આજુબાજુના વિસ્તારમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
Read About Weather here
ગીર સોમનાથ જિલ્લામાં પણ તમામ તાલુકામાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ જિલ્લાના ઉનામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રીક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here