મેં રાજ્યસભાનાં સભ્ય બનવાની બે પક્ષોની ઓફર 2 વખત નકારી કાઢી નાખી હતી અભિનેતાનો દાવો

મેં રાજ્યસભાનાં સભ્ય બનવાની બે પક્ષોની ઓફર 2 વખત નકારી કાઢી નાખી હતી અભિનેતાનો દાવો
મેં રાજ્યસભાનાં સભ્ય બનવાની બે પક્ષોની ઓફર 2 વખત નકારી કાઢી નાખી હતી અભિનેતાનો દાવો

કરચોરીનો ઇન્કાર કરતા સોનુ સુદનાં સૂચક વિધાન

મુંબઈ અને અન્યત્ર પોતાના નિવાસી સ્થાનો પર અને કચેરીઓ પર આવકવેરાનાં કાર્યવાહી બાદ જાણીતા અભિનેતા સોનુ સુદએ કરચોરી અને ગેરકાયદે ફંડનાં આક્ષેપો નકારી કાઢ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સાથેસાથે એવો ધડાકો કર્યો હતો કે મેં રાજ્યસભાનાં સભ્ય બનવા માટે બે પક્ષોની ઓફર નકારી કાઢી હતી. રાજકારણમાં પ્રવેશ માટે હજુ હું માનસિક રીતે તૈયાર નથી.

સોનુ સુદે જણાવ્યું હતું કે, હું કાયદાનું પાલન કરતો આવ્યો છું. જે કઈ મને પૂછવામાં આવ્યું છે તેના મેં જવાબ આપ્યા છે. જે માંગ્યા તે દસ્તાવેજ આપ્યા છે, હજુ અમે દસ્તાવેજો આપી રહ્યા છીએ.

સુદે ઉમેર્યું હતું કે મેં ઉભા કરેલા ચેરીટી ફંડમાં માત્ર દાનની રકમ હોતી નથી. હું ખૂદ નાણાનું રોકાણ કરું છું. આ ચેરીટીને કારણે અનેક લોકોનાં જીવ બચાવ્યા છે. આવકવેરા વિભાગ દાવો કરે છે

કે 18 કરોડનું ફંડ આવ્યું તેમાંથી 2 કરોડ જ વપરાયા છે. આઈ.ટી નાં આક્ષેપનાં જવાબમાં સોનુ સુદે જણાવ્યું હતું કે 18 કરોડ રૂપિયા કઈ 18 દિવસમાં વાપરી ન નખાય. એકેએક રૂપિયો ખરેખર જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચે તેની ચોકસાઈ રાખવી પડે.

Read About Weather here

અમારા ચેરીટી ફંડમાં અમે વિદેશથી પણ કોઈ ફંડ સ્વીકાર્યો નથી. જાણવા મળ્યા મુજબ કોરોના કાળની અભિનેતાની કામગીરીનાં ખૂદ આવકવેરા અધિકારીઓએ વખાણ કર્યા હતા.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here