મેંગો માર્કેટમાં આગ !, કારણ…?

150
મેંગો માર્કેટમાં આગ
મેંગો માર્કેટમાં આગ

ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરી સદનશીબે કોઈ જાનહાની થઇ ન હોતી: રૂ.૧ લાખનું નુકશાન

શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ પર મેંગો માર્કેટનાં સેડમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં નાસભાસ મચી જવા પામી હતી.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ આજે સવારે કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટનાં સેડમાં કોઈ કારણોસર આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ડ્રાઈવર સુનીલભાઈ, ફાયરમેન જયેશભાઈ, આશિષભાઈ, જયદીપસિંહ સહિતનો કાફલો એક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી.

Read About Weather here

આગનાં કારણે લોકોમાં અને વેપારીઓમાં નાસભાસ મચી જતા અફરાતફરી સર્જાઈ હતી. આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળી શક્યું ન હોતું. આગનાં કારણે અંદાજે રૂ.૫૦ હાજરથી ૧ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું અને સહનશીલે કોઈ જાનહાની થવા પામી ન હોતી તેમ મેંગો માર્કેટનાં પ્રમુખ દ્વારા ફાયર બ્રિગેડને જણાવવામાં આવ્યું હતું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleધો.12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ
Next articleGTUના સ્થાપના દિવસની ઉજવણી