પૂર્વ બાતમીના આધારે ગુજરાત એટીએસે મુન્દ્રા પોર્ટ ઉપર આવેલ ડીપી વર્લ્ડ (દુબઈ પોર્ટ વર્લ્ડ) નામના ખાનગી કન્ટેનર સ્ટેશન (સીએફએસ) ઉપર ઉતરેલા એક કન્ટેનર માંથી અંદાજિત ૭૦ કિલો જેટલું કેફીદ્રવ્ય હેરોઈન ઝડપી પાડ્યું છે. કચ્છમાંથી વધુ એક વખત મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે. આ દરોડો ગુજરાત એટીએસ દ્વારા પાડવામાં આવ્યો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે આ જથ્થો હેરોઈન નો છે અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૩૫૦ કરોડ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાથમિક માહિતી મુજબ દુબઈના જેબલઅલી પોર્ટ ઉપરથી આવેલ આ કન્ટેનર ડીલાઈટ ઈમ્પપેક્ષ નામની પેઢી એ મંગાવ્યું હતું. જેમાં આયાતી કાપડ હતું અને આ કાપડના જથ્થા વચ્ચે ડ્રગ્સનો જથ્થો છુપાવેલો હતો. આ કન્ટેનર ટ્રેન દ્વારા પંજાબ પહોંચે તે પહેલાં જ ઝડપાઈ ગયું હતું. આ દરોડામાં ડીઆરઆઈ, કસ્ટમ, નાર્કોટિક્સ બ્યુરો હજી સુધી સામેલ થયા નથી અત્યારે સંપૂર્ણ ઓપરેશન ગુજરાત એટીએસ પોલીસે કર્યું છે.
Read About Weather here
આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડી યુવા પેઢીને બરબાદ કરવાનું કૃત્ય દુશ્મન દેશ દ્વારા થઈ રહ્યું છે. દેશના ગદ્દાર એવા ડ્રગ્સ માફિયા, કેરિયરો અને સપ્લાયરો ની સિન્ડિકેટની સામે બેંક ખાતા બ્લોક કરી દેશદ્રોહ નો ગુનો નોંધી આકરા પગલાં ભરવા જોઇએ.છેલ્લા બે ત્રણ વર્ષથી જે રીતે મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ ઉપર ખાનગી કન્ટેનર સ્ટેશનો ઉપર આવતા માલ સામાન માંથી તેમ જ જખૌ અને ઓખા પાસેથી ઝડપાઈ રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે, હવે ગુજરાતના દરિયાઇ રસ્તાનો ઉપયોગ કરી ગુજરાતને ચરસ, કોકેઇન, હેરોઈન, હશીશ જેવા માદક કેફી દ્રવ્યો માટેનું ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ બનાવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here