મુખ્યમંત્રી રાજકોટ અને સૌરાષ્ટ્રના લાખો લોકોના જીવ જોખમમાં મુકવા રાજકોટ આવી રહ્યા છે: મહેશ રાજપુત

મુખ્યમંત્રી રાજકોટ અને સૌરાષ્ટ્રના લાખો લોકોના જીવ જોખમમાં મુકવા રાજકોટ આવી રહ્યા છે: મહેશ રાજપુત
મુખ્યમંત્રી રાજકોટ અને સૌરાષ્ટ્રના લાખો લોકોના જીવ જોખમમાં મુકવા રાજકોટ આવી રહ્યા છે: મહેશ રાજપુત

તા.31 ડિસેમ્બર ની ભાજપની રેલી રદ કરવા કલેક્ટર અને પોલીસ કમિશનરને કોંગ્રેસની રજુઆત
લોકોના આરોગ્યના હિતાર્થે જાહેર કાર્યક્રમો રદ કરવાની કોંગ્રેસની માંગ

કોરોના અને ઓમીક્રોનના કેસો કૂદકે ને ભૃસ્કે વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ને શક્તિ પ્રદર્શન કરવાનું સુજી રહ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધપક્ષના નેતા

Visit Saurashtra Kranti Homepage here

ભાનુબેન સોરાણી, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાએ યાદીમાં જણાવ્યું છે કે આગામી તા.31નુ શુક્રવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ ખાતે આવી રહ્યા છે

અને રેલી , જમણવાર, મેળાવડા, સ્વાગત સહિતના કાર્યક્રમો યોજવાના હોય અને અંદાજે 50,000 જેટલી જન મેદની એકઠી કરવાના હોય ત્યારે રાજકોટ કલેકટર અને પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવેલ છે અને જાહેર કાર્યક્રમો રદ કરવાની લોકોના આરોગ્યના હિતાર્થે માંગણી કરી છે .

વધુમાં જણાવ્યું છે કે હાલ ઠઇંઘ એ 15 જાન્યુઆરી સુધી કેસ વધવાની સંભાવના જાહેર કરી છે તેમજ સુરત પોલીસ કમિશનર દ્વારા 144 ની કલમ લાગુ કરવામાં આવી છે તેવી રીતે રાજકોટ માં પણ 144 ની કલમ લાગુ હોય જેનો કડક અમલ કરવામાં આવે .

જ્યારે એકજ રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય ત્યારે અલગ અલગ નિયમો કેમ ? તેવો વેધક સવાલ કર્યો છે.મહેશ રાજપૂતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેર અંગેની તકેદારી સરકાર દ્વારા આગોતરી લેવાની હોય તેના બદલે ખુદ સરકાર જ કોરોના સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી રહી છે

અને રાજકોટ તથા સૌરાષ્ટ્ર ના લાખો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોય ત્યારે રાજકોટ કલેક્ટર અને પોલીસ કમિશનરની ફરજ છે. સરકાર જ્યારે વાઇબ્રન્ટ સમિટ કરવા અંગે હજુ વિચારણા કરી રહી છે

Read About Weather here

કે આયોજન કરવું કે ન કરવું ત્યારે સરકાર આ રાજકોટની રેલી સહિતના કાર્યક્રમો રદ કરે અને લાખો લોકોને જીવ જોખમમાં ન મૂકે તેવું યાદીના અંતમાં પ્રદીપભાઈ ત્રિવેદી, ભાનુબેન સોરાણી, મહેશભાઈ રાજપૂત અને ડોક્ટર હેમાંગભાઈ વસાવડા એ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here