મુખ્યમંત્રીને મળવા હવે ડાયવર્ઝન રહેશે??

ગુજરાતની નવી સરકારમાં બિન અનુભવીઓને હોદ્ાની લ્હાણી
ગુજરાતની નવી સરકારમાં બિન અનુભવીઓને હોદ્ાની લ્હાણી

ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તન માટે ફરજ પાડનારા અનેક કારણો રાજકીય લોબીમાં ચર્ચાના એરણે
અહિથી તો પસાર થવું જ પડે? તેવી ભૂમિકાનું સર્જન થયા હોવાની ચર્ચા, સૌરાષ્ટ્રનો અવાજ દબાયાની લાગણી: નવા મુખ્યમંત્રી બદલાવ લાવશે?
નવા મુખ્યમંત્રી જૂની વ્યવસ્થાને દુર કરશે એવી આશા વ્યકત કરતા નિરીક્ષકો

ગુજરાતમાં ભાજપ સરકારમાં નેતૃત્વના પરિવર્તનના ઓચીંતા લેવાયેલા નિર્ણયને પગલે રાજકીય પંડિતો અને વિશ્ર્લેષકોમાં ફેંસલા પાછળના જવાબદાર કારણો અંગે જાતજાતની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

અનેક પડકારની થીયરી આગળ ધરવામાં આવી રહી છે. ભાજપના મોવડીઓને વિધાનસભાની ચૂંટણીઓ સાવ નજીક હોવા છતાં મુખ્યમંત્રી બદલી નાખવાની ફરજ શું કામ પડી એ અંગે આમ તો ઘણા બધા પ્રેરિત કારણો આગળ ધરવામાં આવી રહયા છે

પણ રાજકીય લોબી અને નિષ્ણાંતોમાં ચર્ચાતી અટકળોમાંથી મુખ્ય સુર એવો ઉઠતો સંભળાય છે કે, ગુજરાતની ભાજપ સરકારમાં છેલ્લા લાંબા સમયથી અહિથી તો પસાર થવું જ પડે?જેવી એક સીસ્ટમ ઉભી થઇ જવા પામી હતી જેનાં કારણે વહીવટી તંત્રનું સંતુલન ખોરવાઇ રહયું હતું અને લગભગ ખોરવાઇ ગયું હતું.

! અન્ય પ્રકારે પણ આ નવતર પ્રકારની શાસન સિસ્ટમને કારણે સરકાર અને પક્ષ બન્નેમાં ભારે દ્વીધા ભરી સ્થિતિ ઉભી થઇ જવા પામી હતી અને અધિકારીઓ પણ કઇ રીતે કામ કરવું તેની વિડંબણા અનુભવતા થઇ ગયા હતા એવું રાજકીય પંડિતો અને ગાંધીનગરની સરકારી કોરીડોરમાં હરતા ફરતા રહેલા જાણકાર લોકોનું કહેવું છે.

આવી વ્યવસ્થા એકાએક કઇ રીતે ઉભી થઇ ગઇ તેનું કોઇ નક્કર કારણ રાજકીય નિરીક્ષકોના સમજમાં પણ આવતું નથી છતાં એ હકીકતનો બધા સ્વીકાર કરી રહયા છે કે, એકા એક ઉભી થઇ ગયેલી યા ઉભી કરવામાં આવેલી

આવી વ્યવસ્થાને કારણે પક્ષ અને સરકાર વચ્ચેના સંતુલનમાં ગંભીર પ્રકારે ગડબડ ઉભી થઇ હતી જેનાં કારણે મોવડિ મંડળને ડેમેજ ક્ધટ્રોલ કરવા માટે આગળ આવવું પડયું અને સરકારની નેતાગીરી જ બદલી નાખવામાં આવી છે.

આવી ભૂમિકાને કારણે સૌરાષ્ટ્રને અને એક યા બીજા પ્રકારે ભરોભાર ગંભીર અન્યાય કરવામાં આવ્યો હોવાની ચર્ચા થતી સંભળાય છે. રથના બે પૈડામાંથી એક પૈંડુ આગળ જતુ હોય અને બીજુ પૈંડુ પાછળ આવતું હોય એવી વિચિત્ર અને વિપરીત પરિસ્થિતિ ઉભી થવા પામી હતી.

તેના કારણે સૌરાષ્ટ્રના લોકપ્રતિનિધિઓમાં પણ ધેરો રોષ અને અસંતોષ જાગી ઉઠયા હતા. સૌરાષ્ટ્રનો અવાજ કોઇપણ મુદ્ા પર સાંભળવામાં આવ્યો ન હતો. જે તે સમયે છાને ખુણે ખુદ સત્તા પક્ષના પ્રતિનિધિઓ જ એમના દુખણા ગાતા ખાનગીમાં સંભળાયા હતા.

હદ તો ત્યાં થઇ હતી કે, રાજયના મુખ્યમંત્રીને મળવું હોય તો પણ સીધા મળવા માટે જઇ શકાતું ન હતું અને સીધુ એમને કહીને પણ મુલાકાત માંગી શકાતી ન હતી. મુખ્યમંત્રી સુધી પહોંચવા માટે પણ વાયા થઇને જવું પડતું હતું.

મુખ્યમંત્રીને મળવાના માંગમાં પણ ડાયવર્ઝન કાઢવામાં આવતા સત્તા પક્ષના કાર્યકરો, નેતાઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સત્તા પક્ષના નેતાઓ તથા જન પ્રતિનિધિઓ રીતસર કચવાટ અનુભવવા લાગ્યા હતા.

પરંતુ એમનો રોષ ઠાલવવા માટેની કોઇ જગ્યા કે તક પ્રાપ્ત થતા ન હતા પરીણામે એમને ગાંધીનગરમાં અવાજ સંભળાતો ન હોવા છતાં સમસમીને બેસી રહેવું પડતું હતું. આ પરિસ્થિતિએ એવી લાગણી સૌરાષ્ટ્રમાં જન્માવી હતી કે, મુખ્યમંત્રીને પક્ષના જ આગેવાનો, જન પ્રતિનિધિઓ કે કાર્યકરો સીધા મળી ન શકતા હોય

અને વાયા જવું પડતું હોય તો લોકોના પ્રશ્ર્નો હલ કઇ રીતે કરવા અને લોકોને શું જવાબ આપવો? નેતૃત્વ પરીવર્તન પાછળના જે કેટલાક કારણો છે તેમાં આ મુખ્ય કારણ માનવામાં આવે છે.

હવે નવા મુખ્યમંત્રી આવી ગયા છે શું તેઓ આ પરિસ્થિતિ એટલે કે આવી વ્યવસ્થાને સહન કરશે ખરા અથવા તો એ ધુંસરીમાંથી બહાર નિકળી શકશે ખરા એવા સવાલો રાજકીય કોરીડોરમાં પુછાય રહયા છે અને ચર્ચાઇ રહયા છે.

નવા મુખ્યમંત્રી ખુબ જ સમર્પિત નેતા માનવામાં આવે છે. વહીવટમાં પણ કાબેલ માનવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ વહીવટનો ધણો બહોળો અનુભવ ધરાવે છે. સત્તાધારી પક્ષનાં નેતાઓને લોકપ્રતિનિધિઓને વિશ્ર્વાસ અને મજબુત શ્રધ્ધા છે

કે, હવે પછીની નવી રચાનારી સરકારમાં જુદી-જુદી સમસ્યાથી છૂટકારો પ્રાપ્ત થઇ જશે. ચર્ચાતી સીસ્ટમને ખતમ કરી શકે છે કે કેમ એ જોવાનું રહે છે. વિકાસના કામોમાં વિધ્ન સર્જાય છે અને વહાલા દવલાનું વાતાવરણ ઉભુ થાય છે.

Read About Weather here

ગુજરાતના સંતુલીત વિકાસની ગાડીને પાટા પર દોડતી કરી શકશે એવી રાજકીય નિરિક્ષકો અને ખુદ સત્તા પક્ષના જન પ્રતિનિધિઓને આશા છે. (2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here