ભક્તિનગર પોલીસને આવારાતત્વોની ખુલ્લી ચેલેન્જ “રોક શકો તો રોક લો!
વિસ્તારવાસીઓએ કંટ્રોલમાં ફરિયાદ કરતા ભક્તિનગર પોલીસ રહી રહીને આવી ત્યાં તો લુખ્ખાઓ ભાગી ગયાની વિસ્તારવાસીઓમાં ચર્ચા
આનંદનગરમાં વર્ષોથી લુખ્ખાઓ બેફામ: ભક્તિનગર પોલીસ જાણતી હોય છે છતાં અજાણ? આ બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો પણ ગણગણાટ
કડક નાઈટ કર્ફ્યું વચ્ચે 12 વાગ્યે બર્થડે સેલિબ્રેશન: ભક્તિનગર પોલીસ અજાણ?
રાજ્ય સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ તેમજ પો.કમિશનરનાં જાહેરનામા મુજબ રાજકોટમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું લગાવી દેવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યમાં અનેકવાર જાહેરમાં જન્મદિવસ ઉજવવાની ઘટના બનતી હોય છે અને કર્ફ્યુંમાં જેને પોલીસ દ્વારા આકરો પાઠ પણ ભણાવવામાં આવે છે.
એવી જ ઘટના રાજકોટમાં પણ બની છે. શહેરની ભક્તિનગર પોલીસ સ્ટેશનની ઉજવણી રાત્રે 12 વાગ્યે કરીને પોલીસને ખુલી ચેલેન્જ આપી છે.
જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે આનંદનગરનાં બગીચા પાસે 20 જેટલા આવારા તત્વો જાહેરમાં તેમજ નાઈટ કર્ફ્યુંનાં સમયે રાત્રે 12 વાગ્યે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા
અને અડધો કલાક સુધી ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરી તેમજ વિસ્તારવાસીઓને અડધો કલાક ફટાકડાની ધણધણાટીએ નિંદર હરામ કરી નાખી વિસ્તારનાં એક જાગૃત નાગરીકે
આ બાબતે કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલે ભક્તિનગર પોલીસની હદમાં આવતું હોવાથી તેને જાણ કરી પણ ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરવાને બદલે કંટ્રોલની સુચનાથી ત્યાંના લુખ્ખાઓને ફોન કરીને ચેતવી દીધા
અને ત્યાંથી જવા કહી દીધું હોવાની ચર્ચા શરૂ છે. ઉપરાંત 12 વાગ્યે કંટ્રોલમાં ફોન કર્યા હોવા છતાં ઘણા સમય પછી પોલીસ વાન રાઉન્ડ પર આવી પણ ત્યાં કોઈ હતું જ નહીં.
કારણ કે, પહેલેથી જાણ કરીને ભગાડી દેવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
વધુમાં જાણીએ તો વિસ્તારવાસીઓનાં જણાવ્યા મુજબ આનંદનગરનો બગીચો એટલે કે જાણે કે લુખ્ખાઓનું સ્વર્ગ હોય.
જ્યાં ગાંજો, ચરસ, દારૂનાં વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર બનતી હોય છે.
પાનનાં ગલ્લે લુખ્ખાઓ બેસીને મોડી રાત સુધી બે ફામ ગાળું બોલતા હોય અને વિસ્તારવાસીઓને હેરાન કરતા હોય છે.
આ લુખ્ખાઓનાં ત્રાસથી વિસ્તારવાસીઓ કંટાળી ગયા છે કારણ કે, વર્ષોથી આ પ્રશ્ર્ન હલ થયો નથી અને આ મામલે વિસ્તારમાંથી ભક્તિનગર પોલીસે લુખ્ખાઓની ફરિયાદ કરવા જતા
પોલીસ સ્ટેશને જ પોલીસ સાથે આ લુખ્ખાઓ ચાપાટી કરતા નજરે પડતા વિસ્તારનો રહેવાસી ચોકી ઉઠ્યો અને કંઈ થયું જ નથી
તે માનીને હેલ્પલેસ થઈને ફરી ઘરે આવી ગયા કારણ કે, ફરિયાદ કરવાથી કશું થશે નહીં. તેવું માનીને કોઈએ ફરિયાદ કરી નહીં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
વર્ષો જૂની લોકોની ફરિયાદ પોલીસની લુખ્ખાઓ સાથેની સાંઠગાંઠને લીધે સોલ થતી જ નથી અને પોલીસ આ બાબતે આંખ આડા કાન કરી રહી હોવાનું વિસ્તારવાસીઓ જણાવી રહી છે.
મુખ્યમંત્રીનાં હોમટાઉનમાં આવા લુખ્ખાઓ બેફામ ફરે છે અને પોલીસ કંઈ કાર્યવાહી ન કરતા અનેક પ્રશ્ર્નો સર્જાઈ રહ્યા છે.
શું આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનનાં પી.આઈ ને કસી ખબર જ નહીં હોય
કે પછી તેણી ટીમનાં લોકોને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? કંટ્રોલ રૂમે ફરિયાદ કરતા લુખ્ખાઓને ફોન કરીને ભગાડનાર પોલીસ કર્મી કોઈ હશે? વિસ્તારવાસીઓ હવે આ પ્રશ્ર્નથી થાકી ગયા છે
અને ભક્તિનગર પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી પોલીસ કમિશ્ર્નરને પોલીસ અને લુખ્ખાઓ વિરૂઘ્ધ રજૂઆત કરવા પણ ગણગણાટ થઇ રહ્યો છે.
પોલીસએ લોકોની રક્ષક છે. પણ જો રક્ષક જ ભક્ષક બની જાય અને વાળ જ ચીભડા ગળે તો બિચારો આમ આદમી ક્યાં જાય? તેનાં પ્રશ્ર્નનો હલ કોણ લાવે?
Read About Weather here
તેમજ વિસ્તારવાસીઓમાં આ લુખ્ખાઓને ભક્તિનગર છાવરી રહી હોવાનો ખુલ્લો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે.(4.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here