મુંબઇ અને મહારાષ્ટ્રમાં ગણપતીના માત્ર ઓનલાઇન દર્શન, વિસર્જન-સરઘસની મનાઇ

કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?
કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની દસ્તક, ગણપતી ઉત્સવ માટે અનેક નિયંત્રણો જાહેર: મૂર્તિ વિસર્જન, સરધસ પર પ્રતિબંધ, પંડાલમાં ટોળેવળી દર્શન કરવાની મનાઇ
નાગપુરમાં મેયર કહે છે, કોરોનાનું ત્રીજુ મોજુ રાજયમાં આવી પહોંચ્યુ છે: નાગપુર, મુંબઇ, પુર્ણે સહિતના શહેરોમાં નવેસરથી કડક નિયંત્રણો લાગુ કરાશે

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઇ રહી છે ત્યારે રાજય સરકાર અને અલગ-અલગ જિલ્લાના પ્રશાસન દ્વારા ગણપતી મહોત્સવ દરમ્યાન કોરોના સંક્રમણ બેકાબુ બની ન જાય એ માટે સંખ્યાબંધ પગલા લેવામાં આવી રહયા છે

Visit Saurashtra Kranti Homepage here

અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. ગણપતી મહોત્સવ દરમ્યાન તમામ પ્રકારના સરઘસ અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરવાની બ્રુહદ મુંબઇ મહાનગર પાલિકા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

ગણપતી ઉત્સવ માટેની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. માત્ર એ મુજબ વિસર્જન સમયે ગણપતી પંડાલમાં માત્ર 10 વ્યકિતની હાજરીની છૂટ અપાઇ છે.

જયારે ઘરમાં બેસાડાતા ગણપતી મૂર્તિના વિસર્જન સમયે માત્ર 5 વ્યકિતને હાજર રહેવાની છૂટ અપાઇ છે. ગણપતી પંડાલોમાં દર્શન કરવાની મનાઇ કરવામાં આવી છે

તેના બદલે દરેક પંડાલના સંચાલકોને ઓનલાઇન દર્શનની સગવડ ઉભી કરવા સુચના આપવામાં આવી છે. મુંબઇ મનપાએ દરીયાકાંઠે અને સરોવરોમાં વિસર્જન કરવાને બદલે કુત્રિમ તળાવોમાં મૂર્તિ વિસર્જન કરવા લોકોને અપીલ કરી છે.

વિસર્જન સ્થળે કોઇ આરતી ન કરવા અને મંડપ સ્થળે જ આરતી કરવાની તંત્ર દ્વારા સલાહ અપાવામાં આવી છે. ગણપતીની મુર્તી લઇ જતા વાહનોને રસ્તામાં કયાંય નહીં

રોકવા અને સીધા વિસર્જન સ્થળે લઇ જઇ મૂર્તિ વિસર્જન બાદ પરત થઇ જવા ગણેશ ભકતોને તાકિદ કરવામાં આવી છે. મૂર્તિઓ સ્વીકારવા માટે ડીએમસી દ્વારા ઠેરઠેર કલેકશન પોઇન્ટ ઉભા કરવામાં આવશે ત્યાં મૂર્તિ આપીને વાહનો પરત લઇ જવાના રહેશે.

ગણેશજીની પ્રતિમાને ઘરે સ્થાપના માટે લાવવામાં આવે ત્યારે પણ સરધસ આકારે ન લાવવા સુચના અપાઇ છે. પાંચથી વધુ વ્યકિતઓ મળીને મૂર્તિ લાવી નહીં શકે માત્ર પાંચ વ્યકિતીની મર્યાદા નક્કી કરાઇ છે.

એ પાંચ વ્યકિત પણ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધેલી હોવાનું જરૂર છે. મૂર્તિઓ પણ બે ફૂટથી વધુ ઉંચી બનાવવાની નથી. ગણપતી પંડાલોમાં મૂર્તિ સ્થાપના કરતી વખતે માત્ર 10 વ્યકિતીની હાજરીની છૂટ અપાઇ છે

એ તમામ વ્યકિતએ પણ અગાઉથી વેક્સિન લઇ લેવાનો આદેશ અપાયો છે. બન્ને ડોઝ લઇ લેવાની તાકિદ કરવામાં આવી છે. જો શકય હોય તો ગણપતીની પ્રતિમાઓને પરંપરાગત માટીને બદલે ધાતુ યા આરસપહાણની બનાવવા માટે પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

પંડાલોમાં હાજરી આપી દર્શન માટે ભેગા થવાની મનાઇ કરવામાં આવી છે. તેના બદલે ઓનલાઇન, કેબલ નેટર્વક, વેબસાઇટ, ફેસબુક જેવા માધ્યમોથી ગણપતી દર્શન કરી શકાશે.

Read About Weather here

મુર્તીઓને શકય ત્યાં સુધી પર્યાવરણ ફ્રેન્ડલી અને ઇકોફ્રેન્ડલી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here