મુંબઇમાં સતત એકધારો મુસળધાર વરસાદ, સર્વત્ર પાણી… પાણી… પાણી…

મુંબઇમાં સતત એકધારો મુસળધાર વરસાદ, સર્વત્ર પાણી… પાણી… પાણી…
મુંબઇમાં સતત એકધારો મુસળધાર વરસાદ, સર્વત્ર પાણી… પાણી… પાણી…

કાંદીવાલીમાં અંડરગ્રાઉન્ડ પાર્કીગમાં 400 વાહનો ફસાયા, વધુ એકનું મોત
તમામ અંડરબ્રિજ જળબંબાકાર થતા વાહનવ્યવહાર હજુ ખોરવાયેલો

મહાનગર મુંબઇ અને પરાવિસ્તારોમાં સોમવારે આખો દિવસ અને આજે મંગળવારે સાવરથી ધોધમાર વરસાદ ચાલુ રહેતા મુંબઇ મહાનગરની ગતિ અને રફતાર એકદમ થંભી ગયા છે. ચારે તરફ પાણી જ પાણી છે.

Subscribe Saurashtra Kranti here

પરીણામે લોકલ ટ્રેન વ્યવહારને પણ અસર થઇ છે. સતત ભારે વરસાદ પડી રહયો હોવાથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ યથાવત રહી છે. તમામ અંડરબ્રિજ પાણીના સરોવર બની ગયા હોવાથી વાહનવ્યવહાર થંભી ગયો છે.

મુલુન્ડમાં આવા એક અન્ડબ્રિજના પાણીમાં ડુબી જવાની એક વ્યકિતનું મૃત્યુ થયું હતું.મુંબઇ ગરાને અત્યારે પીવાનું ચોખ્ખુ કરીને આપી શકાય તેમ નથી. એટલે મહાનગરવાસીઓને પાણી ગરમ કરી ઉકાળીને પીવાના ઉપયોગમાં લેવા બીએમસી દ્વારા તાકિદ કરવામાં આવી છે.

મીઠી નદીની સતત સપાટી વધી રહી છે. કાંદીવાલીમાં એક અન્ડરગ્રાન્ડ પાર્કીગમાં 400 જેટલા વાહનો ફસાઇ ગયા છે. ભારે વરસાદ ચાલુ હોવાથી પાર્કિગમાં જળ ભરાવ યથાવત રહયો છે

એટલે વાહનો કાઢી શકાતા નથી. ભાંડુક, બોરીવાલી, માહિમ, બ્રાંદ્રા, જુહુ, ચેમ્બુર વગેરે તમામ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે. થાણે-દિવા વચ્ચેની લોકલ ટ્રેન બંધ રાખવી પડી છે.

હજુ આ ખલાય ત્યારે પણ મેઘતાંડવ યથાવત રહયું છે અને એકધારો વરસાદ પડી છે. મુંબઇનું સમગ્ર જનજીવન ઠપ્પ થઇ જવા પામ્યું છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને બીએમસીની ટુકડીઓ સતત દોડધામ કરી રહી છે.

Read About Weather here

હજુ વધુ વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. સાંતાક્રુઝ અને કોલાબામાં ભારે વરસાદથી પરિસિથતિ વિકટ બની છે. છેલ્લા 3 દિવસમાં જ 14 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઇંધણમાંથી સરકારની આવકનો આંકડો, એક વર્ષમાં રૂ.3.35 લાખ કરોડ
Next articleભુજની અદાણી મેડિકલ કોલેજમાં દુસીત પાણીથી 50 વિદ્યાર્થીઓ બિમાર