મુંબઇમાં ફરી ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર

મુંબઇમાં ફરી ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર
મુંબઇમાં ફરી ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર

મુંબઇ ઉપરાંત થાણે, પાલગર અને રાયગઢમાં રેડ એલર્ટ, આજે હાઇટાઇડની ચેતવણી, દરીયા કાંઠે ન જવા તાકિદ

મુંબઇમાં શુક્રવાર અને શનિવારે પણ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ સટ્ટાસટ્ટી બોલાવતા અનેક વિસ્તાર જળબંબાકાર થઇ ગયા હતા. ગઇકાલે પણ ભારે વરસાદ થયો હોવાથી દરીયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આજે સવારથી ફરી મેઘ તાંડવ શરૂ થઇ જતા મુંબઇ, થાણે, પાલગર અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસુ જામી રહયું છે. મધ્યપ્રદેશમાં પણ સક્રિય થઇ રહયું છે.

મુંબઇમાં ગઇકાલથી આજે બપોર સુધીમાંઅલગ-અલગ વિસ્તારોમાં વરસાદ રાતભર થતો રહયો હતો.નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું હતું. સમુદ્રમાં 4 થી 5 મીટર ઉંચી લહેરો જોવા મળી શકે છે. આ સમય દરમ્યાન દરિયા કાંઠે ન જવા મુંબઇવાસીઓને તાકિદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Read About Weather here

મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસમાં 300 મીમી વરસાદ ખાબકયો છે.જે અત્યાર સુધીનો વિક્રમ માનવામાં આવે છે. ભારે વર્ષાને કારણે અહેમદ નગર હાઇ-વે પર ભૂખલન થતા એક ગાડી દબાઇ ગઇ હતી. અંધેરી સબ વે બંધ થઇ ગયો હતો. ક્રુરલા, સાંતાક્રુઝ, પરેલ,ગોરેગાવ વગેરે પરાવિસ્તારોમાં જળબંબા કારની સ્થિતિ સર્જાઇ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here