ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અમદાવાદે બુધવારે મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની 33 કરોડની સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે.ડીઆરઆઈને બાતમી મળી હતી કે મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરમાં રેડિમેડ ગારમેન્ટ્સની આડમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ડીઆરઆઇએ કન્ટેનરને ઓળખીને ટ્રેક કરી લીધું હતું. બુધવારે કન્ટેનરની તપાસમાં માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના 772 કાર્ટુન (લગભગ 77,20,000 નંગ) પકડાયા હતા મેક આઈસ બ્રાન્ડ સિગારેટના 328 કાર્ટુન જેમાં લગભગ 32,80,000 સિગરેટ હતી. જ્યારે માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના રોયલ રેડ વેરિઅન્ટના 50 કાર્ટુનમાં લગભગ 5,00,000 સિગરેટનો જથ્થો હતો. તમામ સિગારેટનું મૂલ્ય આશરે 33 કરોડ રૂપિયા થવા જાય છે. તપાસમાં હાલ ડીઆરઆઇએ હજી સુધી કોઇની ધરપકડ કરી નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here