કચ્છના મુંદ્રા પોર્ટ પર ઇમ્પોર્ટ થયેલા એક ક્ધટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે તેમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, હજી પણ ક્ધટેનરના તમામ જથ્થાની તપાસ ચાલી રહી છે તેમજ તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા પોર્ટ પર આવેલા એક ક્ધટેનરને રોકાવીને તપાસ ચલાવી હતી. સુત્રોએ જણાવ્યું કે મીઠુ હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ ક્ધસાઇમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું. જેમાં રહેલા જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી.
Read About Weather here
તેમાં 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે ખરેખર હેરોઈન છે કે અન્ય કોઇ ડ્રગ તે તપાસ પુર્ણ થયા અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. કસ્ટમના સુત્રોએ મીઠાના ક્ધટેનરની તપાસ ચાલતી હોવાની ગતીવીધીને સમર્થન આપ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here