સોરઠીયા પ્લોટમાં મિલકતના ભાગબટાઈ મુદ્દે
કૌટુંબિક છરી-બોટલ વડે મારમારી ; ચારને ઇજા
કાકા – ભત્રીજા પર પિતા- પુત્રનો છરી- ધોકા વડે હુમલો ; સામા પક્ષે સોડાની બોટલ – છરી વડે મહિલા સહિત ચારે હુમલો કર્યો ; સ્થાનિક વિસ્તારમાં ભય ફેલાયો
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
શહેરના જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં મિલકતના ભગબટાઈ મુદ્દે કૌટુંબિક મામા – ભત્રીજા વચ્ચે છરી – પાઇપ વડે મારમારી થતા કુલ ચાર લોકોને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલિસે બન્ને પક્ષોની સામ સામી ફરિયાદ નોંધી મહિલા સહિત ૬ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
મારામારીના બનાવ અંગે જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં રહેતા કિશોર જીવણ સરવૈયા ( ઉ.વ 45) ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે હર્ષદ રમણલાલ સરવૈયા, હિરેન રમણલાલ સરવૈયા સામે મિલ્કતના ભાગ મુદ્દે આવી ઝગડો કરી છરી તથા લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં તથા ભત્રીજા વિપુલને હાથમાં ઇજા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલોસે આઈપીસી 323, 504, 506 (2),114 , જાહેર નામ ભંગની કલમો હેઠળ ગુનો નોંધયો છે.
જ્યારે સામાંપક્ષે જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં રહેતા હર્ષદભાઈ રમણલાલ સરવૈયા ( ઉ.વ 28 )ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગૌરીબેન કિશોર સરવૈયા, મહેન્દ્ર સરવૈયા, વિપુલ સરવૈયા, કિશોર જીવન સરવૈયા સામે મિલકતના ભાગ ભટાઈ મુદ્દે ઝગડો કરી સોડાની બોટલ વડે માથામાં હુમલો કરી,
Read About Weather https://mausam.imd.gov.in/
મહેન્દ્ર છરી વડે બાવળના ભાગે હુમલો કરી, બાકી બધાએ ઢીંકાપાટુનો મારમારી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.મારમારીમાં હિરેન રણમલ સરવૈયાને પણ ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here