પડછાયો સાથ છોડી દે ત્યારેય જે સાથે રહે તે મિત્ર
દોસ્ત-યારી-ભાઈબંધનો અર્થ ન સમજાવી શકાય સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવા સ્વજનને મિત્ર કહેવાય….સાત ભવમાં પણ કોઈ સગપણનો સંબંધ ન હોય છતાં સંબંધ હોય તેને મિત્ર કહેવાય…. મિત્રનાં પણ મિત્ર ઝીંદાદિલ ને દિલેર જેનો સ્વભાવ એવો ભવભવનો નાતો હોય જેની સાથે એ મિત્ર.
મિત્ર, દોસ્ત…આ એક એવો સંબંધ છે જે માણસ પોતે જ બનાવે છે. બાકીનાં બધા સંબંધો આપણા જન્મથી જ બની જાય છે. જેમ કે, માતા-પિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, વગેરે પણ મિત્રતા એક એવો સંબંધ છે જેનું વર્ણન શબ્દ દ્વારા ન થઇ શકે. મિત્રતા ગમે તે ઉંમરે, ગમે તે વ્યક્તિ સાથે, ગમે તે જ્ઞાતિ સાથે, ગમે તે ધર્મ સાથે, મહિલા કે પુરૂષ ગમે તેને ગમે ત્યારે થઇ શકે છે. આજ જ સાચી મિત્રતા છે.
મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણને આપણા મિત્રો યાદ આવી જાય અને તરત એની વાતો યાદ આવતા આપના ચેહરા પર સ્મિત આવી જાય. આ એક એવો સંબંધ છે જે ખૂબ અનોખો અને અનેરો છે. પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાય પણ લાગણી કદી ખરીદી શકાતી નથી. મિત્રતા જેને આપણે કદી જાણતાં પણ ન હોય એને લાગણીના તાંતણે બંધાઇ જાય. મિત્રતામાં ન અમીર, ન ગરીબ માત્ર સ્નેહ અને પ્રેમ, સ્વાર્થ વગરનો સંબંધ એટલે મિત્ર..
Subscribe Saurashtra Kranti here
કોઈ પણ ખુશીમાં કોઈ વાત કરવા માટે જેની પાસે શબ્દ પણ ન ગોઠવવા પડે તે સંબંધ એટલે મિત્ર…
મિત્રતામાં માત્રને માત્ર આનંદ, મીઠા ઝઘડા, ખુલીને વાતો, અને જીવનભર સુખ અને દુ:ખમાં સાથ આપતું પાત્ર.
મિત્રતામાં જિંદગીભરનો સાથ હોય છે. અંધારામાં તેમજ એકલતામાં આપણો મિત્ર પડછાયાની જેમ આપણી સાથે હોય છે ક્યારેક પડછાયો પણ સાથ છોડી દે પણ મિત્ર ક્યારેય સાથ છોડતો નથી હંમેશા સાથે હોય છે. મિત્રની સાથે જીવવું પણ ગમે, મિત્રની પાછળ મરવું પણ ગમે. મિત્ર એક એવી અજાયબી છે જેનો ઉલ્લેખ કરવો અશક્ય છે. મિત્રતાને માણવી પડે છે ત્યારે સાચી ખબર પડે કે સાચી મિત્રતા કોને કહેવાય છે. જિંદગીમાં એક મિત્ર આવવાથી જિંદગી જીવવાની રીત બદલી જાય છે. મિત્રતામાં પૈસા કે મિત્ર કેવો છે તે નથી જોવાતું પરંતુ મિત્ર આપણા દુઃખમાં સાથે હોય અને ગમે ત્યારે કામ પડે ત્યારે આપણા બોલાવવાથી આપણી પાસે હોય એ સાચો મિત્ર છે.
રંગની પીછીં વગર તસવીર બનાવી લીધી, જીગરમાં વસાવીને જિંદગી સમજાવી લીધી.
તમને પૂછવાનો સમય પણ ના રહ્યો, દોસ્તીની અમે દુનિયા વસાવી લીધી.
મિત્રતા તો કર્ણની પણ હતી દુર્યોધન સાથે તેણે ખોટી વ્યક્તિની મિત્રતા કરી માટે તેને મરવું પડયું. છતાં તેણે ક્યારેય મિત્રતા છોડી ન હતી. તેવી જ રીતે સુદામા ગરીબ હતા પણ કૃષ્ણના મનમાં વસેલા હતા. કૃષ્ણને તો પોતાના જીવનમાં ઘણા પ્રસંગે ઘણા મિત્રો બનાવ્યા અને આજીવન મિત્રતા પણ જાળવી. દ્રૌપદી અને કૃષ્ણ પણ મિત્રો હતા અને મહાભારત બાદ કદાચ પાંડવોનો વંશ જળવાયો હતો તે માત્ર આ મિત્રતાના કારણે.
Read About Weather here
મિત્રતા એવો સંબંધ છે જેનો ક્યારેય અંત આવતો નથી. ઘણી વખત આપણો મિત્ર જીવિત નથી હોતા પણ તેના સ્વજનો સાથે આપણા સંબંધો યથાવત હોય છે. આનું નામ જ સાચી મિત્રતા છે. તે કેવો દેખાય છે, કોની સાથે રહે છે, તેની પાસે પૈસા છે કે નહીં, તે મને મદદ કરશે કે નહિ આ તમામ શંકાઓથી પર જે સંબંધ સ્થાપાય તેનું નામ મિત્ર.
મિત્ર જીવનનો નશો છે, જે ખાલીપણાને જે હસતાં-હસતાં દૂર કરે તે મિત્ર. મિત્રતા આપણને નિખાલસતા આપે છે. જેવા છીએ તેવા રજૂ થવું અને જેવા છીએ તેવા સ્વીકારી લેવું તે જ સાચી મિત્રતા છે.
મળી જાય તો વાત લાંબી અને વિખૂટા પડે તો યાદ લાંબી એનું નામ મિત્રતા….
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here