મિકસ દૂધ લુઝના ત્રણ નમૂના નાપાસ

મિકસ દૂધ લુઝના ત્રણ નમૂના નાપાસ
મિકસ દૂધ લુઝના ત્રણ નમૂના નાપાસ

વધુ 22 ફૂડ સ્ટોર દુકાનોની ચકાસણી વાસી બટેટા, પનીર, સોસ અને માવાનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટમાં તહેવારો જ ટાંકણે જ સ્વાદ શોખીનોને વાસી અખાદ્ય ચીજો ધાબડવાની ભરમાર

રાજકોટમાં તહેવારો જ સમયે જ સ્વાદના શોખીન લોકોને વાસી અને અખદ્ય ખોરાકી ચીજો તથા વાનગીઓ ધાબડવામાં આવી રહયા છે અને શહેરીજનોના આરોગ્ય સાથે જ ગંભીર ચેડા કરવામાં આવી રહયા છે એ ગંભીર હકીકત વધુ એક વખત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડીઓ દ્વારા શહેરમાં જાહેર જનતાના આરોગ્યના હિત ખાતર વધુ કેટલાક સ્થળે દૂધ સહિતના ખાદ્ય પદાર્થોનો વ્યાપક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચકાસણી દરમ્યાન વાસી અને સડી ગયેલા ગણાતા 18 કિલો બટેટા, 1 કિલો વાસી પનીર, 21 કિલો સડી ગયેલુ સોસ, 3 કિલો જેટલો વાસી બટેટાનો માવો, બાફેલા છતાં વાસી થઇ ગયેલા શાકભાજીનો 2 કિલો ગ્રામ જેટલા જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. મનપાના ફૂડ વિભાગની યાદીમાં જણાવ્યું છે. દરોડાની વ્યાપક કાર્યવાહીને પગલે એ હકીકત ફરીથી દ્રષ્ટિગોચર થઇ રહી છે કે, રાજકોટ શહેરની જનતાને તહેવારો સમયે જ વાસી અને સડેલી ખદ્ય ચીજો વહેંચવામાં આવી રહી છે જેનાં કારણે જન આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થવા પામ્યો છે.

Read National News : Click Here

મનપાની ફુડ શાખાની ટીમો દ્વારા સંતકબીર રોડ તથા ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં રેકડી અને દુકાનો સહિત કુલ 22 ફૂડ બિઝનેશ યુનીટોમાં ચકાસણી કરવામાં આવી હતી. ગાંધીગ્રામ-2 મુંજકા વિસ્તારમાં જીજે 11 ટીટી 9569 નંબરની બોલેરોમાંથી મળેલા મીકસ દુધ લુઝનો નમુનો નાપાસ થયો હતો. તેમાં ફોરેન ફેટની હાજરી ધારા ધોરણ કરતા વધુ જણાઇ હતી. એ જ રીતે આશાપુરા રોડ પર આશાપુરા ડેરી ફાર્મમાંથી લીધેલ મીકસ દુધ લુઝનો નમુનો પણ નાપાસ થયો હતો. ત્યારબાદ પેડક આડો રોડ સ્વીમીંગ પુલ સામે શીવશકિત ડેરી ફાર્મમાંથી લીધેલ મીકસ દુધ લુઝનો નમૂનો પણ નાપાસ થયો હતો. તેમાં ફોરેન ફેટની હાજરી ધારા ધોરણ કરતા વધુ જણાઇ હતી.

Read About Weather here

ભુપેન્દ્ર રોડ પર રોયલ ચાઇનીઝ પંજાબીમાંથી વાસી સોસ અને શાકભાજી કબ્જે લેવાયા હતા એ જ રોડ પર જયસિયારામ વડાપાવમાંથી વાસી સોસ, ખેતલાઆપા વડાપાંઉમાંથી વાસી સોસ, દિલખુશ વડાપાવમાંથી વાસી સોસ તથા સંતકબીર રોડ પર સીતારામ પાણીપુરીમાં વાસી બટેટાનો માવો, રામદેવ નાસ્તા સેન્ટરમાંથી વાસી સોસ અને કાર્તીક ઢોસામાંથી વાસી પનીરનો જથ્થો કબજે લઇ એ તમામનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here