માલવીયા કન્ટ્રકશન સાઈટનાં માલિકે પ્રજાના જીવ જોખમમાં મુક્યા

માલવીયા કન્ટ્રકશન સાઈટનાં માલિકે પ્રજાના જીવ જોખમમાં મુક્યા
માલવીયા કન્ટ્રકશન સાઈટનાં માલિકે પ્રજાના જીવ જોખમમાં મુક્યા

ડ્રેનેજ શાખાના નિયમોનો ભંગ કરી રસ્તા પર પાણી છોડ્યું નોટીસો મળી છતાં અબુધ બિલ્ડર સુધર્યા નહિ. અંતે મેયર હેલ્પ ડેસ્ક સુધી ફરિયાદ

રાજકોટમાં બે ઇંચ વરસાદમાં જ બાંધકામ સાઈટો-કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ભરાયા છે. આ પાણીનો નિકાલ કરવા ઘણા અબુધ બિલ્ડરો તેના શ્રમિકો મનપાના નિયમોનો ઉલાળિયો કરી વાહન ચાલકોના અકસ્માત સર્જાય તે રીતે જાહેર રસ્તા પર પાણી છોડી બુધ્ધીનું પ્રદર્શન કરતા હોય છે.

Subscribe Saurashtra Kranti here

આવું મૂર્ખાઈ ભર્યું કૃત્ય કરનાર તેના શ્રમિકો, બિલ્ડરો સામે રાજકોટ મનપાનાં ડ્રેનેજ શાખાના સીટી એન્જીનીયરો નોટીસો પાઠવી દંડ વસુલ કરતા હોય છે. આવી જ ઘટના મનપાના ચોપડે નોંધાય છે. શહેરના માલવિયા ચોકમાં નિર્માણ પામતા માલવીયા કન્ટ્રકશન સાઈટના માલિક વિશાલભાઈ માલવીયાને એક માસ પૂર્વે સેન્ટ્રલ ઝોન સીટી એન્જીનીયર એચ.એમ.કોટકે ડ્રેનેજ લાઈન તોડવા, જાહેર રસ્તા પર પાણી છોડવા બદલ રૂ.૧૦૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

આમ છતાં ફરી આજે બાંધકામ સાઈટના માલિક વિશાલભાઈ માલવીયાએ તેના શ્રમિકો મારફતે પાઈપ નખાવી ભૂગર્ભ ગટરની જગ્યાએ જાહેરમાર્ગ પર પાણી છોડ્યું હતું.
માલવીયા કન્ટ્રકશન સાઈટનાં માલિકે પ્રજાના જીવ જોખમમાં મુક્યા માલવીયા

Read About Weather here

જેના કારણે રસ્તા પાણી-પાણી થઇ જતા નાના-મોટા વાહનો સ્લીપ થઇ જતા અકસ્માતનાં બનાવ બન્યા હતા.માલવિયા કન્ટ્રકશન સાઈટની પાછળની શેરીમાં બુગર્ભ ગટર હોવા છતાં જાહેર માર્ગો પર ધોળા દિવસે પાણી છોડનાર બિલ્ડરને નોટીસ પાઠવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકે માંગ ઉઠાવી મેયર હેલ્પ ડેસ્ક સુધી ફરિયાદો કરી હતી. 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here