સપ્લાયરની ઓળખ મેળવવા ચોટીલાના ઈમિટેશનના વેપારી ટ્રાવેલ્સના ધંધાર્થી સહીત ત્રણની પૂછપરછ ; રૂ.14.83 લાખનો મુદમાલ કબજે
શહેરના ભગીરથ સોસાયટીની સામે પેડક રોડ તથા સંત કબીર રોડની વચ્ચે માર્કેટીંગ માર્કેટીંગ યાર્ડની સામેથી 360 ટીન બીયર ભરેલી એક્સયુવી અને આઈ-20 કાર સાથે ચોટીલાના ઈમિટેશનના વેપારી અને રાજકોટના ટ્રાવેલ્સના ધંધાર્થી સહીત ત્રણ શખ્સોને ડીસીબી શાખાએ પકડી લઇ રૂ.14.83 લાખનો મુદામાલ કબજે કર્યો છે.એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
શ્રાવણ માસ દરમ્યાન દારૂની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી તેમજ પીએસઆઈ વી જે.જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ભગીરથ સોસાયટીની સામે પેડક રોડ તથા સંત કબીર રોડની વચ્ચે માર્કેટીંગ યાર્ડની સામેથી રૂ.36 હજારની કિમતની 360 ટીન બીયર સાથે એક્સયુવી કાર નં. જીજે-03-ઈઆર-2871
અને આઈ -20 કાર નં જીજે-03-એફકે-5208 સાથે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ડાકવડલાના ઇમીટેશનના વેપારી દિલીપભાઇ વલ્કુભાઇ વનરા, ટ્રાવેલ્સના ધંધાર્થી કુવાડવા રોડ ભગવતી પાર્ક-1 “સુર્યદિપ” રાજકોટમાં રહેતા રાજવીર જોરૂભાઇ, નાના મૌવા મેઇન રોડ જીવરાજ પાર્ક -2 નચીકેતા સ્કુલની સામે બ્લોક નં.2 રાજકોટ ખાતે રહેતા રવિ દિનેશભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી આ દરોડામાં પૃથવીરાજ દિલીપભાઇ ધાંધલની શોધખોળ શરુ કરવામાં આવી છે.
Read About Weather here
રૂ.36000ની કિમતની 360 ટીન બીયર સાથે રૂ.14.83 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.પકડાયેલો દિલીપભાઇ વલ્કુભાઇ વનરા થાનગઢમાં દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ચુક્યો છે.જયારે રવિ દિનેશભાઇ ચૌહાણ અગાઉ પલસાણા,બી ડીવી,યુનીવર્સીટી પોલીસમાં દારૂના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here