મારવાડી કોલેજ પાસે બોલેરોમાં 101 પેટી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

0
મારવાડી કોલેજ પાસે બોલેરોમાં 101 પેટી દારૂ
મારવાડી કોલેજ પાસે બોલેરોમાં 101 પેટી દારૂ

એસ.ઓ.જી ની ટીમે દરોડો પડી રૂ. 7.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં બે શખ્સોને 101 પેટી દારૂ સાથે એસ.ઓ.જી ની ટીમે દબોચી લઇ રૂ. 7.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ મોરબી રોડ પર મોટો દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમી મળતા એસ.ઓ.જી નાં પી.આઈ આર.વાય.રાવલ ની સુચનાથી પી.એસ.આઈ એમ.એસ,અંસારી, એ.એસ.આઈ ઝહીરભાઈ, અનિલસિંહ, સિરાજભાઈ, અઝરૂદીન બુખારી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મોરબી રોડ પર મારવાડી કોલેજ સામેથી એક બોલેરો જીજે-૨૭ એક્સ-૬૧૭૭ પસાર થતા પોલીસે તેનો પીછો કરી અટકાવી તપાસી લેતા બોલેરો ગાડીનાં પાછળનાં ભાગે ડુંગળીની નીચે છુપાયેલો વિદેશી દારૂ 1212 બોટલ કિંમત રૂ.424200 સથે બોલેરોનો ચાલક બાલકૃષ્ણ સન્વાસી મહાસી (રહે. રેલવે સ્ટેશન રૂખડીયાપરા) તથા મનીષ મનોજ જોખેલીયા (રહે. રૂખડીયાપરા) સહિત બે શખ્સોની ધરપકડ કરી  બોલેરો વાહન સહિત કુલ રૂ. 725200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસસ્તામાં સોનું આપવાનું કહીં છેતરપીંડી કરતો શખ્સ ઝડપાયો