મામાના ઘરે આવેલ ભાણેજે રૂ.4.18 લાખના ચેઇનની ચોરી કરી ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને આપી દિધો

મામાના ઘરે આવેલ ભાણેજે રૂ.4.18 લાખના ચેઇનની ચોરી કરી ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને આપી દિધો
મામાના ઘરે આવેલ ભાણેજે રૂ.4.18 લાખના ચેઇનની ચોરી કરી ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને આપી દિધો
રાજકોટમાં બાબરીયા મેઈન રોડ પર મોરારીનગર શેરી નં.3 વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલકને ત્યાં કામ કરવા ધોળકા રહેતી ભાણેજ સાત તોલાનો રૂ.4.18 લાખનો સોનાનો ચેઇનની ચોરી કરી નાસી છૂટી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ તે ચેઇન તેના મણિનગરના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને આપી દીધાનું રટણ કરતાં તેણીના મામાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે બાબરીયા મેઈન રોડ પર મોરારીનગર શેરી નં.3 રહેતાં મહેશભાઈ મનજીભાઈ વાળા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ધોળકા રહેતી સગીર ભાણેજનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ સાથે રીક્ષા પણ ચલાવે છે. ગત ઓક્ટોબર માસમાં તેમની પત્ની ગર્ભવતી હોય જેથી તેમની ધોળકા રહેતી મોટી બહેનની 16 વર્ષની સગીર ભાણેજને કામ કરવા માટે તા.06-10-2023 ના પોતાના ઘરે બોલાવી હતી. જે બાદ તે ઘરે રહેતી હોય જેથી તેણીને ઘરના દાગીના અને રોકડ રકમ કબાટમાં પડેલ છે તે અંગેની જાણ હતી. દરમિયાન ગઈ તા.16-10 ના વ્હેલી સવારે પરિવાર સૂતો હતો

ત્યારે રૂમમાં કબાટ પર રહેલ ચાવી વડે કબાટ ખોલી તિજોરીમાં રહેલો ફરિયાદીનો રૂ.4.18 લાખના સાત તોલનો સોનાનો ચેઇનની ચોરી કરી ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ તેઓને કબાટમાંથી સોનાના ચેઇનની ચોરી થયાની જાણ થતાં તેણીની ભાણેજને બનાવ અંગે પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, તેમને મણિનગર રહેતાં વિવાન નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા થઈ હતી.

Read National News : Click Here

જે બાદ વિવાને તેના મામાની સોનાનો ચેઇન પહેરેલ રિલ્સ જોઈ હતી. જેથી વિવાને તેણીને સોનાના ચેઇનની ગિફ્ટ આપવા માટે આવે છે. તું સાથે તારા મામાનો સોનાનો ચેઇન જોવા માટે લઈ આવજે નું કહેતાં તેણી ઘરેથી સોનાનના ચેઇનની ચોરી કરી યુવક પાસે લઈ ગઈ હતી. ત્યારે તેણીને મળવા આવેલ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે તેની પાસેથી સોનાના ચેઇનની ઝોંટ મારી નાસી છૂટ્યો હોવાનું રટણ કર્યું હતું. જે બનાવ અંગે ફરિયાદીએ તેના બહેન-બનેવીની વાત કરતાં તેઓ દિવાળી બાદ રૂપિયા આપી દેશે તેવી બાહેંધરી આપી હતી. પરંતુ તેઓ વાયદા પર ઉભા ન રહેતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here