મામાનાં લગ્નમાં ભાણેજનું મોત…!

મામાનાં લગ્નમાં ભાણેજનું મોત...!
મામાનાં લગ્નમાં ભાણેજનું મોત...!
અકસ્માત અંગે અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરના ઉવારસદ ટી.પી.-9 સ્વસ્તિક-42માં ગઈકાલે સોસાયટીના રહીશે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી સોસાયટીના પાર્કિંગમાં રમી

Visit Saurashtra Kranti Homepage here

રહેલાં ચાર વર્ષીય બાળકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મામાનાં લગ્ન માણવા કેનેડાથી આવેલા ભાણેજનું કરૂણ મોત થતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે.

કેનેડાના ઓનટારીઓ ખાતે રહેતાં ધ્વનિલ જયેશભાઈ રાવલ રોયલ બેંગકોક કેનેડા બેંકમાં ડિરેક્ટર આઈટી એંજિનિયર તરીકે ફરજ બજાવે છે. જેમના પરિવારમાં પત્ની પૂજા અને ચાર વર્ષીય પુત્ર વિવાન હતો.

જે કેનેડાની નાગરિકતા અને ભારતનો ઓવરસીસ સિટીઝન ઓફ ઈન્ડિયા પણ ધરાવતો હતો. આગામી 13-મી ડિસેમ્બરના રોજ મામાનાં લગ્ન હોવાથી વિવાન તેની માતા પૂજા સાથે એક માસથી સ્વસ્તિક-42 ખાતે આવ્યો હતો.

ધ્વનિલભાઈ ગઈકાલે સવારે કેનેડાથી લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. લગ્નની ખરીદી કરવાની હોવાથી ધ્વનિલભાઈ તેમની પત્ની પૂજા અને દીકરા સાથે બપોરના સમયે શ્રીજી રોડ જવા માટે નીકળ્યા હતા.

આ માટે તેમણે ઉબેર ગાડી મંગાવી હતી. અને સોસાયટીના કમ્પાઉન્ડમાં ગાડીની રાહ જોઈને ઉભા હતા.આ દરમિયાન વિવાન મેઇન ગેટ પાસે અંદરની સાઈડમાં રમી રહ્યો હતો.

તે વખતે અત્રેની સોસાયટીમાં બી-602માં રહેતા જયરામ ભવાનભાઈ વામજા પોતાની આઈ-10 કાર લઈને સોસાયટીમાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી ગેટ આગળથી ટર્ન માર્યો હતો અને વિવાનને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ધ્વનિલભાઈ પુત્રને લઈને આશકા હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં વિવાનનું કરૂણ મોત થતાં મામાનાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

Read About Weather here

બીજી તરફ અડાલજ પોલીસે ધ્વનિલભાઈની ફરિયાદના આધારે જયરામ વામજા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.જ્યાં તબીબોએ સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ થોડી વારમાં વિવાને દમ તોડી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here