તેને તો ખબર પણ ન હતી કે મા હવે આ દુનિયામાં નથી. મા ફાંસીના ફંદા પર ઝૂલતી હતી અને દોઢ વર્ષનો પુત્ર મૃતદેહને બાઝીને રડી રહ્યો હતો. ક્યારેક રૂમની બહાર આવતો હતો તો ક્યારેક અંદર. રમકડાં જોઈને થોડીવાર માટે રમતમાં પડી જતો અને પછી અચાનક જ માના પગ પકડીને રડવા લાગતો હતો. ચાર કલાક સુધી આવું જ ચાલતું રહ્યું. રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓ પહોંચ્યા તો સૌ પહેલા બાળકને ખોળામાં લીધો અને પોલીસને આ અંગે જાણ કરી. પિતાને શોધવામાં આવ્યા તો તેઓ બાથરૂમમાં ફાંસી પર લટકેલા મળ્યા.ઘટના મધ્યપ્રદેશના ગઢાકોટાની છે. ચાયનીઝ ફૂડ વેચીને ગુજરાન ચલાવનાર નેપાળી દંપતીના મૃતદેહ ભાડાના મકાનમાં ફંદા પર લટેકલા મળ્યા. મંગળવારે રાત્રે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here

બીજા દિવસે સવાર સુધી પતિ-પત્ની રૂમમાં જ હતા. સવારે 8 વાગ્યા પછી 4 કલાક સુધી રૂમમાંથી તેના દોઢ વર્ષના બાળકનો રડવાનો અવાજ આવતો રહ્યો. પાડોશીઓએ બારીમાંથી જોયું તો મહિલા ફંદા પર લટકેલી હતી. માસૂમ મૃતદેહને વળગીને રડી રહ્યો હતો. પતિનો મૃતદેહ બાથરુમમાં ફંદા પર લટકેલો મળ્યો. બંનેએ સાડીના ટુકડાથી ફાંસી લગાવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, નેપાળના અક્ષમ શહેરના રહેવાસી કેસર સાહૂદ (28), પત્ની પશુપતિ સાહૂદ (24) ગઢકોટાના રામ વોર્ડમાં ભાડેથી રહેતાં હતાં. તેઓ બસ સ્ટેન્ડ પાસે મોમોઝ અને ચાઉમીનની લારી ચલાવતા હતા. દંપતી 6 મહિના પહેલાં જ ગઢકોટા આવ્યું હતું. પાડોશીઓએ જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યે પશુપતિને દૂધ લેવા માટે જતી જોઈ હતી. આ પહેલાં રાત્રે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો કરતા સાંભળ્યાં હતાં.
Read About Weather here

કેસરનો મૃતદેહ માત્ર અંડરવેરમાં જ હતો. પશુપતિના શરીર પર પણ કપડાં નામ પૂરતાં જ હતાં. ગઢાકોટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રજનિકાંત દુબેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ થશે. મૃતકનો ભાઈ સિદ્ધાર્થ સાહૂદ અને જીજાજી ભરત ગઢાકોટા પહોંચી ગયા છે. ભાઈ અને જીજાજી નરસિંહપુર જિલ્લાના કરેલીમાં રહે છે. દોઢ વર્ષના બાળકને પોલીસે મૃતકના ભાઈ સિદ્ધાર્થને સોંપી દીધો છે. બાળક વારંવાર માને યાદ કરે છે. તેને પરિવારના લોકો સાચવી રહ્યા છે.દંપતી વચ્ચે રાત્રે ઝઘડો થયા બાદથી અબોલા ચાલી રહ્યાં હતાં. બુધવારે સવારે પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો હોવાનું માનવામાં આવે છે. પત્ની જ્યારે દૂધ લેવા ગઈ ત્યારે જ બાથરૂમમાં પતિએ ફાંસી લગાવી દીધી હશે. એ બાદ પત્નીએ પણ ફંદા પર લટકીને આત્મહત્યા કરી. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંનેનાં શરીર પર થોડાં જ કપડાં કેમ હતાં?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here