માનવ ઉત્કર્ષ મહોત્સવના મહિલા સંમેલનમાં નારી શકિતના અદ્ભૂત દર્શન

માનવ ઉત્કર્ષ મહોત્સવના મહિલા સંમેલનમાં નારી શકિતના અદ્ભૂત દર્શન
માનવ ઉત્કર્ષ મહોત્સવના મહિલા સંમેલનમાં નારી શકિતના અદ્ભૂત દર્શન
સૌરાષ્ટ્રની રાજધાની સમા રંગીલા રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે સોમવારના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ નિમિતે ભવ્યાતિભવ્ય મહિલા દિનની ઉજવણી ધામધૂમથી કરવામા આવી હતી. 95 વર્ષની દરમ્યાન જેમની દરેક ક્ષણ દિવ્ય અને કલ્યાણકારી રહી છે તેવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના ઉદઘોષ માટેના મહિલા સંમેલનમાં રાજકોટના તમામ બાલિકા, યુવતી અને મહિલા હરિભક્તો વિશાળ મહોત્સવ રૂપી ગગનમાં પાંખ ફેલાવી સેવા કરવા સજ્જ બન્યા હતા.છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ ઝોનની 245 થી વધુ બાલિકાઓ, યુવતીઓ, મહિલાઓ થનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓમાં ઓત-પ્રોત બની રહી હતી. આ વિરાટ મહિલા સંમેલનની કોરિયોગ્રાફી તાંડવ નર્તન ઇનસ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ, રાજકોટ સંસ્થાના સંસ્થાપક જીજ્ઞેશભાઈ સુરાણી, સહ સંસ્થાપક કુ.ક્રિષ્ના સુરાણી તેમાજ સંસ્થાના નૃત્ય શિક્ષક કુ.દીપિકા પરમાર, દીર્ઘા ઝાલા હિંગળાજીયા, અને ક્રિષ્નાભાઈ હિંગળાજીયા દ્વારા થયેલી હતી.

Visit Saurashtra Kranti Homepage here

‘તાંડવ નર્તન’એ ભરતનાટ્યમ અને લોકનૃત્ય શિખવાડતી સ્થિત સંસ્થા છે. જેની સૌરાષ્ટ્રભરમાં મોરબી, જૂનાગઢ, પોરબંદર, ઉપલેટા, વાંકાનેર શહેરોમાં શાખા કાર્યરત છે. આ નિત્ય વિવિધ કાર્યક્રમો માટેની પૂર્વ તૈયારીઓમા બાલિકાઓ, યુવતીઓ, મહિલાઓની અનેરી ભક્તિના દર્શન થતા હતા.સંધ્યા સમયે બરાબર 6:15 વાગ્યે વિરાટ મહિલા સંમેલનની શરૂઆત આપણા સાચા સ્વજન પ્રમુખસ્વામી મહારાજ વિષય અંતર્ગત જયનાદ, ધૂન-પ્રાર્થના, તેમજ મંગલાચરણ સ્વાગત નૃત્ય દ્વારા કરવામા આવી હતી. આ મહોત્સવમાં દિગ્ગજ મહિલા અગ્રણીઓ જેવા કે નીમાબેન આચાર્ય (વિધાનસભા અધ્યક્ષ), ડો. દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર), રેખાબેન મોઢા (અગ્રણી હરિભક્ત), કાદમ્બરીદેવી જાડેજા (રાજકોટ રાણીબાસાહેબ), બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા (પૂર્વ), તથા રક્ષાબેન બોળિયા (પૂર્વ મેયર), ગાયત્રીબેન વાઘેલા (કોંગ્રેસ અગ્રણી), જસુમતીબેન વાસાણી (પૂર્વ ડેપ્યુટી મેયર), રૈયાણી વગેરેનું સન્માન દિપપ્રાગટ્ય બાદ કરવામા આવ્યું હતું.

સાથે સાથે મહોત્સવના યજમાન એવા શ્રદ્ધાબેન પંડ્યા અને નિશાબેન કાલરીયા તથા મધ્યસ્થ કાર્યાલયથી કિશોરીબેન ત્રિવેદી, દક્ષાબેન પીઠવા, ઇલાબેન પટેલ, નિરંજનાબેન બ્રહ્મભટ્ટ તથા પ્રતિમાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજના જીવન પરના અદ્ભૂત વિડિયો શો બાદ બાલિકાઓ દ્વારા ટિટોડી સંવાદનૃત્ય દ્વારા અમુલ્ય સંદેશ પાઠવવામા આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ નીમાંબેન આચાર્યએ ધાર્મિક વક્તવ્યક્નો લાભ આપ્યો હતો. મહિલાઓ દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓને રજૂ કરતાં વિડીયો શો બાદ ભવ્ય સંવાદની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઈલાબેન પટેલ દ્વારા સાચા સ્વજન પ્રમુખસ્વામી મહારાજ પર આહલાદક પ્રવચનનો લાભ મળ્યો હતો. મહંતસ્વામી મહારાજ પર વિડિઓ શો, પ્રગટ છે રે… એ કીર્તન પર પ્રેમવતી રાસ, શતાબ્દી સંદેશનો ઉદધોષ તથા આભારવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

વિરાટ મહિલા સંમેલનના અંતભાગમાં 100 યુવતીઓ દ્વારા ભવ્ય ગ્રાન્ડ શો નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ ઉત્સવમાં હજારો બહેનોની જનમેદની મહોત્સવ સ્થળે ઉમટી પડી હતી. વિરાટ મહિલા સંમેલનનો આરંભ થતા જ સમગ્ર મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ ઉત્સવમાં તમામ પાંખની કાર્યકર બહેનો વચ્ચે સંપ, સુહ્યદભાવ તથા એકતાનું સૌને દર્શન થયું હતું. ઉત્સવનો લાભ લેનાર તમામ યુવતીઓએ જીવનની ધન્યતાનો અનુભવ કર્યો હતો. સૌની ભાવભીની ભક્તિ અને કઠોર પરિશ્રમના ફળસ્વરૂપે આ વિરાટ મહિલા સંમેલન મહોત્સવ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.સતત 3 સુધી રજૂ થયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમની સ્મૃતિઓ સૌ કોઈના હૈયે સદાને માટે કંડારાઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here