માધાપર તથા સરધારની પ્રોપટીનો કેસ ફરી બોર્ડ પર મુકાયો

રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ
રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ

રાજકોટના રાજવી સ્વ.મનોહરસિંહજી જાડેજાની પૈતૃક સંપતિમાં વારસાઇનો મામલો

રાજકોટના રાજવી સ્વ.મનોહરસિંહજી જાડેજાની પૈતૃક સંપત્તિમાં વાઇસાઇનો મામલો ફરી ચર્ચામાં આવ્ચો છે. રાજકોટના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-2ની કોર્ટમાં સ્વ.મનોહરસિંહજી જાડેજાની માધાપર તથા સરધારની પ્રોપર્ટીનો મામલો ફરી બોર્ડ પર મુકવામાં આવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના રાજવી સ્વ.મનોહરસિંહજી જાડેજાની રાજકોટ તાલુકામાં માધાપર તેમજ સરધાર પૈતૃક પ્રોપર્ટી આવેલી છે.
આ પ્રોપર્ટીમાં પોતાના વારસાઈ હક જળવાઈ રહે તે માટે સ્વ. મનોહરસિંહજીના પુત્રી અંબાલિકા દેવી (વાઇફ ઓફ પુષ્પેન્દ્રસિંહ, ઝાંસી, ઉત્તપ્રદેશ) તરફથી અપીલ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માધાપરની ખાતા નં.91ની રેવન્યૂ સર્વે નં 111-3 પૈકી 1ની ખેડવાણ જમીન ક્ષેત્રફળ હેક્ટર આશરે 232-82 ચોરસ મીટર જમીનમાં અંબાલિકા દેવી તેમજ તેમના ભાઈ માંધાતાસિંહ સહિતના વારસદારોના નામ છે.

આ જમીનમાંથી અંબાલિકા દેવી સહિતના અરજદારોનું નામ કમી કરવા માટે ભાઈ માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા તરફથી તાલુકા મામલતદારમાં અરજી થઈ હતી. આ કેસમાં તાલુકા મામલતદાર દ્વારા અંબાલિકા દેવી સહિતના વારસદારોની વારસાઈ કાયમ રખાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં મામલતદારના હુકમ સામે રાજકોટના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-2ની કોર્ટમાં અપીલ કરવામાં આવેલી છે. માંધાતાસિંહ તરફથી આ કેસમાં અપીલ થઈ હોવાથી આજે કેસ બોર્ડ પર આવ્યો હતો.

જેમાં માધાપર તથા સરધારની પ્રોપર્ટીની તકરારી અપીલ પરની સુનાવણી યોજવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે સામે વાળા પક્ષ અંબાલિકા દેવી (માંધાતાસિંહના બહેન) તરફથી એસડીએમની કોર્ટમાં વકીલાતનામું રજૂ કરવામાં આવ્યું હતું.

આમ રાજવી પરિવારની સંપત્તિમાં વારસાઇનો મામલો ફરી બોર્ડમાં આવ્યો છે.

નોંધનીય છે કે, રાજકોટના રાજવી માંધાતાસિંહના બહેન અંબાલિકાદેવી તરફથી વિવિધ સંપત્તિમાં વારસાઈ હક્ક માટે કાનૂની જંગ ચાલી રહ્યો છે.

જેમાં અગાઉ રાજકોટ સિટી સર્વેની પ્રોપર્ટીમાં હક્કનો મામલો સામે આવ્યો હતો.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ માસમાં પણ સ્વ. મનોહરસિંહજીના પુત્રી અંબાલિકા દેવી તરફથી સંપત્તિમાં પૈતૃક હક્ક મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ પત્ર લખવામાં આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here