અગાઉ બે આરોપી ઝડપાયા’તા ; મહિલા અગાઉ પણ હનીટ્રેપમાં ઝડપાઇ ચૂકયાનો ઇતિહાસ
માર્ચ 2022 માં શાપર સિક્યુરિટી એજન્સીના સંચાલકને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાંધી ફ્રેન્ડશીપ કરવાની લાલચે માધાપર ચોકડી પાસે બોલાવી બાઇકમાં અપહરણ કરી રૂ. 2.50 લાખની માંગણી કરી હનીટ્રેપનું તરકટ રચનાર ભગવતીપરાની મહિલાને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ ગુનામાં ગાંધીગ્રામ પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ હનીટ્રેપના ગુનામાં ફરાર મહિલા ભગવતીપરામાં આવી હોવાની ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એ.વાળા, પી.એસ.આઈ જી.જે.રાણાની ટીમે દરોડો પાડી જીન્નત ઉર્ફ બેબી રફીક મકવાણા ( ઉ.વ 38 રહે. ભગવતી પરા શેરી નંબર 10 ) ની ધરપકડ કરી હતી.મહિલા અગાઉ પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાઇ ચુકી છે.
Read About Weather here
માર્ચ 2020 મક માધાપર પાસે અવધ રેસિડેન્સીમાં રહેતા અને શાપરમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા મૂળ બિહારના રમણજી ચંદ્રશ્વરપ્રસાદ યાદવ (ઉ.વ.31)ને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી રૂા.અઢી લાખની માગણી કરાઈ હતી. જો કે તેણે સમયસર પોલીસ અને પબ્લીકની મદદ લેતા બચી ગયો હતો.પોલીસે તે સમયે બે લોકોની ધરપકડ કરી હતી. જ્યારે મહિલા ફરાર હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here