રિપોર્ટ અનુસાર, આ ઘટના ફેબ્રુઆરી 2021ની છે, જ્યારે યુકેમાં તમામ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત હતું. એક બ્રિટિશ વ્યક્તિનો દાવો છે કે તેણે માત્ર ’16 સેકન્ડ’ માટે એક દુકાનમાં પોતાનું માસ્ક કાઢ્યું હતું, જેના માટે તેને 2,000 પાઉન્ડ (2 લાખ રૂપિયા)નો ભારેભરખમ દંડ ફટકારવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ક્રિસ્ટોફર ઓ’ટૂલેએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડના પ્રેસ્કોટમાં બી એન્ડ એમ સ્ટોરમાં ખરીદી કરતી વખતે તેણે ફેસ માસ્ક પહેર્યું હતું, પરંતુ તબિયત સારી ન લાગવા પર થોડી સેકંડ માટે તેને હટાવી દીધું હતું. દરમિયાન, સ્ટોરમાં હાજર એક પોલીસ અધિકારી તેની પાસે ગયો અને માસ્ક ન પહેરવા માટે તેનું નામ લખી લીધું.
એક ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરતા, ક્રિસ્ટોફરે કહ્યું કે તેને માસ્ક પહેરવાના નિયમથી કોઈ સમસ્યા ન હતી. પરંતુ તેણે માત્ર થોડી સેકંડ માટે માસ્ક ઉતાર્યો, તે પણ જ્યારે તેની તબિયત સારી ન હતી. થોડા દિવસો પછી, ક્રિસ્ટોફરને જ્યારે ACRO ક્રિમિનલ રેકોર્ડ્સ ઑફિસ તરફથી એક પત્ર મળ્યો ત્યારે તે ચોંકી ગયો.
Read About Weather here
કારણ કે તેને £100નો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ક્રિસ્ટોફરે અધિકારીઓને એક ઈ-મેલ પર સ્પષ્ટતા આપીને દંડ ભરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેને એક બીજો પત્ર મળ્યો જેમાં તેના પરનો દંડ વધારીને £2,000 કરી દેવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here