કોરોનાએ વિશ્વભરમાં તાંડવ મચાવી નાખ્યો. કેટલાયે પોતાના સ્વજનો ખોયા તો ઘોડિયે ઝુલતા, પા પા પગલી ભરતી બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી. પા પા પગલી ભરતી બાળકનાં મોઢે મા-પાપા સાંભળવા ઉત્સુક માતા-પિતાને કોરના ખાઈ ગયો.
સુપ્રીમ કોર્ટનાં આદેશને પગલે કોવિડથી અનાથ થયેલા બાળકો માટે સરકારે જાહેર કરેલી સહાય યોજનાને કારણે આ મહામારીથી થયેલી તારાજીનાં દ્રશ્યો સ્પષ્ટ થયા છે. સરકાર તો મૃતકોનાં આંકડા છુપાવતી ફરે છે પણ અનાથ બાળકોની સહાય યોજના હેઠળ નોંધાયેલા નામથી સચા આંકડા બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 928 બાળકો અનાથ થયા છે.
Subscribe Saurashtra Kranti here
જયારે 3343 બાળકોએ પિતાની છાયા ગુમાવી. સરકારી સહાય માટે શરૂ થયેલા બાળ સ્વરાજ પાર્ટલ ઉપર ગુજરાતમાં અનાથ અને માતા કે પિતામાંથી કોઈ એકને ગુમાવનાર 0 થી 18 વર્ષ સુધીનાં 4981 બાળકો નોંધાયા છે.
કોરોનાકાળમાં 16 મહિનામાં 928 અનાથ સહિત કુલ 4981 બાળકોમાંથી 620ની માતાના અવસાન થયા છે. ત્યાં સુધી દર મહીને રૂ.4000 અને ત્યારબાદ ઉમર 21 સુધી મહીને રૂ. 6000ની સહાય અપાશે. ઉપરાંત શૈક્ષણિક અને પગભર થવા માટે અન્ય યોજનાઓ જાહેર કરી છે. સમાજ કલ્યાણ અધિકારીઓ અને એનજી.ઓ નાં સહયોગથી તા. 21 જુલાઈની સ્થિતિએ સ્નાખ્યા 4981 એ પહોંચી છે.સરકાર સહાયક બની માતા- પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના ઉછેરનાર બન્યા છે.
સૌથી વધુ અરવલ્લી જીલ્લામાં 349 બાળકો નોંધાયા. રાજકોટમાં 342 અને ભાવનગરમાં 306 બાળકો નોંધાયા છે. નાયબ સચિવ જી.પી.પટેલની સહીથી બુધવારે પ્રસિધ્ધ ઠરાવમાં માતા કે પિતા ગુમાવનારા બાળકોને પણ 18વર્ષ સુધી મહીને રૂ. 2000ની સહાય મળશે.
Read About Weather here
43 અનાથ બાળકોની વય 5 વર્ષ કરતા પણ ઓછી છે. માંડ પા પા પગલી ભરતા શીખેલા, ઘોડિયે ઝુલતા 493 બાળકોનાં માતા કે પિતાને કોરોના ભરખી ગયો છે. સરકાર અનાથ બાળકોનાં પાલક માતા-પિતા બની યોજના હેઠળ સહાય કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here