માતાની મોબીલની મમત માં માસુમ બાળાએ જાન ગુમાવ્યો

ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાઈ
ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાઈ
સીસીટીવીમાં જોઇ શકાય છે કે બાળકી નીચે પટકાઇ છે ત્યારે જમીન પર દડાની માફક ઊછળી પડે છે. બાદમાં શરીર ઊંધું થઇને જમીન પર પટકાઇ છે. હોટલના સ્ટાફનું એક જ રટણ છે કે બાળકી ચોથા માળે રમી રહી હતી ત્યારે તેની માતા મોબાઇલમાં વ્યસ્ત હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ રોડ પરની ખાનગી હોટલના ચોથા માળેથી પટકાતાં દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં અરેરાટીભર્યાં દૃશ્યો સામે આવ્યાં છે.

હોટલ સ્ટાફના જણાવ્યા મુજબ, માતા-પુત્રી રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી તેના સંબંધીએ તેમના માટે હોટલના ચોથા માળે રૂમ બુક કરાવ્યો હતો. આજે બંને રૂમમાં હતાં ત્યારે માતા મોબાઈલ જોઈ રહી હતી. ત્યારે જ તેની બાળકી રમતાં રમતાં બારીમાંથી નીચે પડી ગઈ હતી.

ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતની જાણ થતાં માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.

ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પુણેના રહેવાસી માનસીબેન કાપડિયા રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. તેની પુત્રીનું નામ નિત્યા છે

તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ કાપડિયા છે. આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતાં રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો નહોતો.

રાજકોટમાં સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગ હોવાથી માનસીબેન તેની પુત્ર નિત્યા સાથે રાજકોટ આવ્યાં હતાં. ગોંડલ રોડ પર હોટલમાં રૂમ સંબંધીએ માતા-પુત્રીને ઉતારો આપ્યો હતો. માનસીબેનના પતિ દીપેશભાઇ પુણેમાં રહે છે.

Read About Weather here

રમતાં રમતાં નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતાં તેણે બૂમો પાડતાં હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here