માતાના વાળ પકડી બાળક રડી રહ્યું પણ માતા જાગી નહિ…!

માતાના વાળ પકડી બાળક રડી રહ્યું પણ માતા જાગી નહિ...!
માતાના વાળ પકડી બાળક રડી રહ્યું પણ માતા જાગી નહિ...!
માતાના મૃતદેહ પાસે એના વાળ પકડીને માતાની હૂંફ માટે કલ્પાંત કરતા એક મહિનાના માસૂમ બાળકને જોઈ તમામની આંખ છલકાય ગઈ હતી. સુરતમાં સચિન હોજીવાળા જીઆઈડીસીમાં એક લાકડાના કારખાના

Visit Saurashtra Kranti Homepage here

પાછળની ઓરડીમાંથી મહિલાનો શંકાસ્પદ મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. માસૂમ બાળક માતાના વાળ પકડીને રડી રહ્યું હતું. વાળ છોડતું જ નહોતું.

આખરે માતાના વાળ કાપી બાળકને અલગ કરી સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. શ્રમજીવી મહિલાના મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પંચનામું કરી એને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી આપ્યો હતો.

સચિન પોલીસે જણાવ્યું હતું કે મરનારી મહિલાનું નામ મુસ્કાન રવીન્દ્ર રામસુખ પ્રજાપતિ હોવાનું હાલ જાણવા મળ્યું છે. પતિ લાકડાની ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હોવાનું અને ત્યાં જ પરિવાર સાથે રહેતો હોવાનું હાલ જાણવા મળ્યું છે.

એક અઠવાડિયાથી બીમાર મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને લોહી 2 ટકા જ હોવાનું પણ પ્રાથમિક જાણવા મળ્યું છે.

ઘટના સમયે પતિ રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયા બાદ પરત આવ્યો ન હોવાનું હાલ સ્થાનિક લોકો કહી રહ્યા છે. મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણ્યા બાદ આગળની તપાસ હાથ ધરાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું મૃતક મહિલાને એક માસૂમ બાળક છે, જે તેના મૃતદેહ પાસેથી મળી આવતાં 108ની મદદથી સિવિલ મોકલી આપવામાં આવ્યું છે. પતિની શોધખોળ ચાલી રહી છે. પરિવાર યુપી-બનારસનો હોવાનો જાણવા મળ્યું છે.

અશોક ગલચર (ઈએમટી, જિયાવ લોકેશન, સુરત) એ જણાવ્યું હતું કે કોલ મળતાં જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક ઓરડીમાં માતાના મૃતદેહ પાસે લગભગ એક મહિનાનું માસૂમ બાળક તેના વાળ પકડીને રડી રહ્યું હતું.

વાળ છોડતું જ ન હતું. આખરે માતાના વાળ કાપી બાળકને ઉપાડ્યું ને તાત્કાલિક બને એટલા ઓછા સમયમાં સિવિલ લઈ આવ્યા હતા. ખબર નહીં ઘટના શું બની હશે, પણ બાળક કલાકોથી રડી રડીને લાલ થઈ ગયું હતું.

હોજીવાળા જીઆઈડીસીમાંથી લવાયેલા માસૂમ બાળકને રડતા જોઈ સિવિલના ટ્રોમા સેન્ટરના મહિલા કર્મચારીઓનું હૃદય પીગળી ગયું હતું. સફાઇકર્મચારીઓએ જ નહીં, પણ પરિચારિકાઓએ પણ રડતા માસૂમની માતાના નિધનની વાત સાંભળી એક માતા બની હાથમાં ઉપાડી શાંત પાડવાના તમામ પ્રયાસ કર્યા હતા.

બીજી તરફ, સફાઈકર્મચારીઓએ ભૂખ્યા માસૂમને દૂધ પિવડાવવા માટે દૂધની બોટલ અને બીજા એકે દૂધની વ્યવસ્થા પણ કરી નાખી હતી. માતાની હૂંફ ગુમાવનાર શ્રમજીવી પરિવારના માસૂમ બાળકને હાથમાં ઉપાડી

એનઆઈસીયુમાં લઇ જવા તમામ સફાઈકર્મચારીઓ લાઈનમાં ઊભા રહી ગયા હતા. બાળક પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સુંદર મહેકને જોઈ તમામની આંખ આનંદથી છલકાઈ ગઈ હતી.

Read About Weather here

એક પછી એક ઇન્ચાર્જ સિસ્ટરથી માંડી રેસિડેન્ટ તબીબો પણ બાળકને રમાડવા ભેગા થઈ ગયા હતા. બાળકને દૂધ પિવડાવતા અને ત્યાર બાદ એક કપડામાં લપેટી સીધું બાંધ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here