‘આપ’ના પ્રમુખએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, પ્રવાસન મંત્રી અને જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પાઠવ્યું
માણાવદર તાલુકામાં 57 ગામોને સારવાર સુવિધા આપતી એકમાત્ર હોસ્પિટલ માણાવદરમાં ઉપલબ્ધ છે.
Visit Saurashtra Kranti Homepage here
હોસ્પિટલની ઉત્તમ સેવાને કારણે આ તાલુકા સિવાય વંથલી- શાપુર તથા અન્ય તાલુકાના લોકો પણ અહીં સારવાર લેવા માટે આવી રહ્યા છે.
હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોઈને આમ આદમી પાર્ટી માણાવદરના પ્રમુખ યોગેશભાઇ હુંબલે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, પ્રવાસન મંત્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી
માણાવદર તાલુકામાં મીની સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માગણી કરી છે.
તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો માણાવદર ને મીની સિવિલ હોસ્પિટલની સુવિધા આપવામાં આવે તો તાલુકાને તથા આસપાસના અન્ય તાલુકાના ગામડાના લોકોને તેનો લાભ મળી શકે
હાલ કોરોના મહામારી સમયે હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થઈ અન્ય તાલુકાના લોકો પણ અહીં સારવાર લેવા આવી રહ્યા છે.
Read About Weather here
જો મીની સિવિલ હોસ્પિટલ શરૂ થાય તો લોકોને આજુબાજુના જિલ્લાઓની સિવિલ હોસ્પિટલે ધક્કા ન થાયને અંતર પણ ઘટશે પ્રજાની સુખાકારી માટે આ પ્રશ્ર્ને યોગ્ય કરવા યોગેશભાઇએ માંગણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here