ડુમીયાણીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે
ખનીજ સંચાલકો અને અધિકારીઓને મોટી ભેટો આપતા હોવાનો આક્ષેપ
માજી શિક્ષણ મંત્રી અને મનજી સંસદ સભ્ય બળવંત મણવર તેમજ ડુમીયાણી શેક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે વિરોધ નોંધાવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ખનીજ ચોરી બંધ કરો, બંધ કરોના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તેમજ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરાવવાના વિરોધમાં શૈક્ષણિક સંસ્થાના માર્ગ પર ઉતરી અને ગેરકાયદેસર ખનીજ ચોરી અંગેનો વિરોધ કરવામાં આવ્યા હતો
અને ઉપલેટા ડુમીયાણી ખાતે આવેલ સંસ્થાના વિદ્યાર્થીનીઓએ પણ વિરોધ કર્યો હતો વિદ્યાર્થીનીઓ પસાર થાય છે ત્યારે અહીંયા ખરાબ કોમેન્ટ પણ કરવા આવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે સુરક્ષાને લઈને પણ ડર વિદ્યાર્થિનીઓએ દર્શાવ્યો હતો.
આ સંસ્થાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને સંસ્થાના શિક્ષકો અને ટ્રસ્ટીઓ પણ વિદ્યાર્થીઓની સાથે ગેરકાયદેસર ખનીજ બાબતે થઈ રહેલા વિરોધમાં જોડાયા હતા અને ગેરકાયદેસર ખનીજ બાબતે વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓની આવી ફરિયાદને લઈને માજી શિક્ષણમંત્રી અને માજી સંસદ સભ્ય એવા બળવંતભાઈ મણવર દ્વારા આ અંગે વિદ્યાર્થીઓને અને સંસ્થાઓને પડતી મુશ્કેલીઓને લઈને પોતે પણ વિરોધ સાથે જોડાયા હતા અને સ્થાનિક તંત્ર પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેઓએ પોતાનો વિરોધ યથાવત રાખવાનો પણ નિર્ણય દર્શાવ્યો હતો.
માજી શિક્ષણ મંત્રી અને માજી સાંસદ સભ્ય એવા બળવંતભાઈ મણવરે મીડિયા સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે ગેરકાયદેસર ખનિજ માફીયાઓ અધિકારીઓને સ્કોર્પિયો જેવી ગાડીઓ પણ ભેટમાં આપે છે. તેવા ગંભીર આક્ષેપો કર્યા છે.
Read About Weather here
અંતમાં બળવંત મણવર દ્વારા જણાવ્યું કે જરૂર પડ્યે અમે ગાંધીનગર મુખ્યમંત્રીને સુધી પણ પહોંચશું અને પ્રતિનિધિ મંડળ થઈને પણ મળવા જશું અને કોઈપણ આંદોલન કરશું અને કોઈ પણ ભોગે ગેરકાયદેસર થતું બંધ કરાવશું તેવું પણ જણાવ્યું હતું.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here