સર્કિટ હાઉસમાં માછીમાર આગેવાનો સાથે બેઠક
પ્રવાસન અને મત્સ્યોઘોગ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે માછીમારોના પ્રશ્ર્નોેના નિરાકરણ અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં મંત્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલ માછીમારોના પ્રશ્ર્નોે તથા રજૂઆતો સાંભળી હતી.
જામનગરના માછીમારો દ્વારા સિકકા જેટી, નવી બોટોના રજીસ્ટ્રેશન, બાયોમેટ્રિક કાર્ડ, ઓફ સિઝનમાં બહારના વિસ્તારની બોટો દ્વારા કરવામાં આવતી માછીમારી, માછીમારોના દરિયામાં થતાં
મૃત્યુ બાદ સહાય તેમજ આ વર્ષે ઓફ સિઝનને લંબાવાતા માછીમારોના ગુજરાન વગેરે પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતાં.
માછીમારો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ
ધરવા મંત્રીશ્રીએ અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી તેમજ માછીમારોના પ્રશ્રોના નિરાકરણની ખાતરી આપી હતી. મંત્રી દ્વારા યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Read About Weather here
લોકલાગણીને વાચા મળે, લોકપ્રશ્ર્નોનું તત્કાલ નિવારણ થાય એ જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે ત્યારે મંત્રી દ્વારા યોજાયેલી બેઠક જનતા અને સરકાર વચ્ચેનો સાચો સેતુ સાબિત થઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here