આજીડેમના માંડા ડુંગર વિસ્તારમાં પરશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે કારખાના ધારકો કારખાનામાં ગેરકાયદે ભઠ્ઠીઓ ચલાવે છે તેનો કચરો છેક ભાવનગર રોડ આરકે યુનિવર્સિટીના ગેટ સુધી પાથરી દેવામાં આવે છે ભઠ્ઠીમાંથી કેમિકલનો ઝેરી અને નુકશાન કારક કચરો ખુલ્લે આમ નાખી દેનાર સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે જોવનું રહ્યું તે અહેવાલ સૌરાષ્ટ્ર ક્રાંતીએ પ્રસિધ્ધ કર્યો હતો તેની ધારદાર અસર જોવા મળી છે અને કોર્પોરેશન તંત્ર દ્વારા કારખાનેદારોને નોટીસ આપવાની શરૂાત કરી દેવામાં આવી છે. કારખાનેદારો દ્વારા 7 દિવસમાં નોટીસનો જવાબ તેમજ કચરો હટાવી લેવાનો રહેશે નહીંતર દંડ સહિતની કડક કાર્યવાહી કરવા અધિકારીઓએ આદેશ આપ્યા છે. ઉપરાંત બેફામ પ્રદુષણ કરતા કારખાનો સામે કંઇ કાર્યવાહી ન થતા પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ આ ધમધકતી ભઠ્ઠીઓ પાસેથી વહીવટ કર્યાની ચર્ચાઓ પણ વહેતી થઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં નિયમોને નેવે મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેનો તાજેતરનો નમુનો છે. આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પરશુરામ ઇન્સ્ટ્રીઝ આ જમીન સુચિત હોવા છતાં પણ અહીં અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે. કારખાનો મોટે ભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન સુચીત છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે. જે એકપણ નિયમમાં બંધ બેસતું જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે. લોખંડ ઓગાળવામાં આવે છે. આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું હોવાને કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં આવતા હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે. તેને કોઇ રોકવાવાળું પણ નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખૂબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ ઢગલો કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી.
Read About Weather here
આ બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવાવાળું છે જ નહીં કે શું??? કોર્પોરેશનની પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર કનેકશન લઇને 24 કલાક મફતમાં પાણી વાપરે છે અને આગળ જરૂરીયાતમંદ સુધી પાણી પહોચી શકતું નથી. તંત્રને ટીમો મુકાવીને તપાસ કરાવવી જોઇએ અને ભુતિયા નળ કનેકશન ધરાવતા કારખાનાઓને દંડ ફટકારી કનેકશન રદ કરવુ જોઇએ. લાઇનની નીચેથી કનેકશન લઇને બેફામ પાણી ચોરી કરે છે અને કોર્પોરેશન તંત્ર કંઇ કરી શકતુ પણ નથી. આમ જનતાને દંડ આપતી કોર્પોરેશનની ટીમોએ જે ખરેખર પાણી ચોરી કરે છે તેને દંડ આપીને પોતાનું કામ દેખાડવું જોઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here