મહિલાના અકાઉન્ટમાં અચાનક 7 કરોડ રૂપિયા જમા…!

મહિલાના અકાઉન્ટમાં અચાનક 7 કરોડ રૂપિયા જમા…!
મહિલાના અકાઉન્ટમાં અચાનક 7 કરોડ રૂપિયા જમા…!
ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે ઈંગ્લેન્ડની HMRC બેંકની ગ્રાહક હેલન સાથે આ ઘટના બની. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેના અકાઉન્ટમાં અચાનક 7.7 કરોડ રૂપિયા જમા થઈ ગયા. આટલી મોટી રકમ જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

હેલન બેંકના નિયમો જાણતી હતી. તેથી તેને ખબર હતી કે આટલી મોટી રકમ કોઈ બીજા જ કારણોસર તેના અકાઉન્ટમાં આવી છે. હેલનને આ મોટી રકમ જમા થવા પાછળનું અસલ કારણ જાણવામાં 1 વર્ષ ઉપરનો સમય થઈ ગયો.

લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માટે તમે એવો વિચાર કર્યો હશે કે તમારાં બેંક અકાઉન્ટમાં કરોડો રૂપિયા અચાનક જમા થઈ જાય. ઈંગ્લેન્ડની એક મહિલા સાથે આવું જ થયું છે. એક દિવસ અચાનક તેના બેંક અકાઉન્ટમાં £7,74,839 (આશરે 7.7 કરોડ રૂપિયા) જમા થઈ ગયા.

નવાઈની વાત એ છે કે 1 વર્ષ સુધી આ પૈસા જમા થયાનું અસલ કારણ જાણ્યા બાદ મહિલાની તમામ ખુશી દુ:ખમાં પરિવર્તિત થઈ ગઈ. હેલને 15 મહિનાના સમયગાળામાં £20,000 (આશરે 20 લાખ રૂપિયા) ખર્ચી નાખ્યા.

હેલને બેંકને જણાવ્યું કે આ ખર્ચેલી રકમ તે બેંકને પરત કરે તેવી સ્થિતિમાં નથી. હેલને આ પૈસા પાછા આપવા માટે સમય માગ્યો છે. તો બેંકે આ ઘટના માટે માફી માગી છે.

Read About Weather here

હેલન જણાવે છે કે આ આખું એક વર્ષ તે એન્ઝાયટી અને મુંઝવણમાં હતી. કારણ કે આટલી મોટી રકમ તેનાં અકાઉન્ટમાં હોવાથી તેની ખુશીનો પાર નહોતો અને આ ક્રેડિટનું અસલ કારણ જાણી તે આ તમામ પૈસા ખર્ચવા માગતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here