મહિલાએ આ ઢીંગલાનું નામ માર્સેલો રાખ્યું છે. મહિલાએ આ ઢીંગલા સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી હનીમૂન પર પણ ગઈ. કહેવાય છે કે જોડી ઉપરથી બનીને આવે છે, પરંતુ એક મહિલાએ બનાવેલી જોડીની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ મામલો બ્રાઝિલનો છે, જયાં ૩૭ વર્ષીય મહિલા મેરિવોન રોકા મોરેસે કાપડના બનેલા ઢીંગલા સાથે લગ્ન કર્યા અને પછી બાળક થવાનો દાવો કર્યો. નવાઈની વાત એ છે કે આ મહિલાની સામે જો કોઈ તેની ઢીંગલાને રમકડું કહે છે તો તે ગુસ્સે થઈ જાય છે અને આવું બોલનાર વ્યક્તિને નફરત કરવા લાગે છે.
Visit Saurashtra Kranti Homepage here
મેરિવોન રોકા મોરેસે સિંગલ હતી અને તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો. આવી સ્થિતિમાં, એકલતા દૂર કરવા, તેની માતા ઘરે એક ઢીંગલો લાવી. મોરિસ આ ઢીંગલા સાથે એટલા પ્રેમમાં પડી ગઈ કે તેણે તેની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં મહેમાનો પણ આવ્યા હતા અને ખાવા-પીવાની પણ વ્યવસ્થા હતી. મૌરેસે બધાની સામે તેના ઢીંગલાને રિંગ પણ પહેરાવી અને ફોટો સેશન પણ કરાવ્યું હતું.હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે લોકો ઘણીવાર નિર્જીવ વસ્તુઓના પ્રેમમાં પડી જાય છે અને આ કારણ છે કે તેમને ઓબ્જેક્ટોફિલિયા નામની બીમારી છે.
Read About Weather here
આ પહેલા અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં નથિએલ નામના વ્યક્તિએ તેની કાર સાથે સંબંધ હોવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે તેની કાર સાથે પણ સંબંધ બાંધ્યો છે. આ સિવાય આવો કિસ્સો જર્મનીમાં પણ જોવા મળ્યો હતો, જયાં મહિલાએ પ્લેન સાથે લગ્ન કર્યા હતા. તે રાત્રે આ પ્લેનને ગળે લગાવીને સૂતી હતી.આ રોગથી પીડિત વ્યક્તિ નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરવા લાગે છે અને તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. દુનિયામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરતા જોવા મળ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here